નરેન્દ્ર આહીર, Rajkot News: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત સનાતન સેતુ હનુમંત કથાના પ્રથમ દિવસે ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ (બાગેશ્વર ધામ સરકાર)ના શ્રીમુખેથી હનુમંત કથાનું પાવન રસપાન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
સમગ્ર કથા સ્થળે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ત્રણ વર્ષ બાદ ફરી બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજીનું રાજકોટમાં આજે આગમન થયું હતું. આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત બાબતે તેઓએ પ્રસનતા વ્યક્ત કરી હતી.
કથાની શરૂઆતમાં સી.સી. ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલીવુડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની સુંદર રજૂઆત કરી હતી, 'રામ સિયારામ સિયારામ જય જય રામ'ની ધૂન ઉપર લોકો ને ખૂબ ડોલાવ્યા હતા. જેના કારણે ઉપસ્થિત હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી દાદા ની આરતી પૂજા અર્ચન કરેલ. જે બાદ સંતો મહંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ રાજકોટમાં આવવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી સંત મહંતોની ધરતી છે કે જ્યાં એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે. આ ધરતી ઉપર નરસિંહ મહેતા, દ્વારકાધીશ અને જલારામબાપા જેવા સંત થઈ ગયા છે એ ધરતીનું પૂછવું જ શું ?
હનુમાન દાદાની કથા હિન્દુઓને જોડવા માટે છે અને પરમાત્માના આશીર્વાદથી ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાષ્ટ્ર વિરોધ કરતો નાશ પામશે ધજા ફરકશે. તેઓએ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે, પરમાત્મા જાણવાનો વિષય નથી પરંતુ અનુભવ કરવાનો વિષય છે.
અત્યંત રસાળ શૈલીમાં તેઓએ જણાવ્યું હતું કે જગતના ભરોસે રહેવાનું નહીં પરંતુ જેને જગત બનાવ્યું છે તેના ઉપર ભરોસો કરો. જેની સાથે પરમાત્મા છે તેનો વિજય નિશ્ચિત છે. પ્રથમ દિવસે હુંકાર કરતા ધીરેન્દ્રશાસ્ત્રીએ કહયું ભારત હિન્દુ રાષ્ટ્ર બની ને જ રહેશે. આ કથા હિન્દુઓને જોડવા માટે છે.
પ્રથમ દિવસે હુંકાર કરતા ધીરેન્દ્રશાસ્ત્રીએ કહયું ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે. આ કથા હિન્દુઓને જોડવા માટે છે. જેથી અમારા વિરોધીઓ પણ વધી રહયા છે. આ ઝુંબેશ અમારી ચાલુ જ રહેશે. અમો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત કરીએ છીએ એટલો અમારો વિરોધ થઈ રહયો છે. મારો વિરોધ કરવા કરતા ચાદર ચડાવવા જતા હિન્દુઓનો વિરોધ કરો.
બે દિવસ હનુમંત કથા અને એક દિવસ દિવ્ય દરબારનું આયોજન થશે. જે જીવ પરમાત્માની પાસે છે. ભાવથી ભકિત કરે છે ભકિતમય છે તેનુ કોઈ કાંઈ બગાડી નથી શકતુ ધર્માન્તરણ રોકવા માટે અમીર હીન્દુઓએ ગરીબ હિન્દુઓને મદદ કરવી જોઈએ. AIનો અર્થ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને HIનો અર્થ હિન્દુત્વ ઈન્ટેલીજન્સ. ભકતનું કામ પડી જવાનુ છે, પરંતુ ભગવાનનું કામ તેને સંભાળવાનું છે ઉગારવાનું છે.
હનુમાનજી લંકામાં જઈ શકે તો અમો શું કામ રાજકોટના આવી શકીએ.
સંસાર ઉપર વિચાર કરો પરંતુ ભગવાન ઉપર ભરોસો કરો જેમણે ભગવાન પર ભરોસો કર્યો છે સીતા માતા દ્રોપદી અને શબરીની લાજ ભગવાને જ બચાવી હતી. બુરાઈનું પ્રતીક રાવણ છે સારાઈનું પ્રતીક રામ છે. બુરાઈ ને મારવા માટે રામ ને જગાડવા આત્મામાં જગાડવા જ પડશે. પૂજા ત્યારે કરો જયારે મન લાગે બહારથી પૂજા કરવાનો કોઈ અર્થ નથી. કથા સ્થળે રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
PM મોદીના માર્ગદર્શન અને જાહેર પરિવહનના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી અનેક શ્રદ્ધાળુઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કથા સ્થળે પહોંચીને પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં સહભાગીતા નોંધાવી હતી. હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો તથા રાષ્ટ્રપ્રેમના સંદેશને શ્રદ્ધાળુઓએ આત્મસાત કર્યો હતો.
લવ જેહાદ, લેન્ડ જેહાદ બાદ હવે નવી દોસ્ત જેહાદનો ઉમેરો થયો
બાબા બાગેશ્વરે દેશમાં વધી રહેલ વિવિધ પ્રકારની જેહાદની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. બાબાએ દાવો કર્યો હતો કે, અગાઉ દેશમાં અગાઉ લેન્ડ જેહાદ, લવ જેહાદ અને થૂંક જેહાદ જેવી સમસ્યાઓ જોવા મળી હતી, પરંતુ હવે તેમાં 'દોસ્ત જેહાદ'નો ઉમેરો થયો છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સૂર્ય નામના યુવકની હત્યાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ યુવકની હત્યા આ દોસ્ત જેહાદનું જ પરિણામ છે.
કોકરોચ પાર્ટીને લઈને બાબા બોલ્યા- દેશમાં અશાંતિ ના ફેલાવવી જોઈએ
વર્તમાન રાજકીય માહોલ અને ખાસ કરીને 'કોકરોચ જનતા પાર્ટી'ના મુદ્દે પ્રતિક્રિયા આપતા બાબાએ જણાવ્યું કે, દેશમાં અશાંતિ ન ફેલાવી જોઈએ. પછી તે જૂની પાર્ટી હોય કે નવી. તમામ પક્ષોએ દેશને એક રાખવા માટે કામ કરવું જોઈએ. જનતાએ દેશમાં અશાંતિ ફેલાવનારા તત્વોને ઓળખવાની જરૂર છે.
સનાતનીઓને એક થવા હાકલ
પોતાના નિવેદનમાં બાબાએ હિંદુ એકતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, દેશમાં હિંદુઓમાં ભાગલા ન પડવા જોઈએ. જે પણ વ્યક્તિ સનાતની છે અને તેને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તો તે નિઃસંકોચ મારી પાસે આવી શકે છે, હું તેમની મદદ માટે તૈયાર છું.
દક્ષિણ ગુજરાતમાં જાગૃતિની જરૂર
બાબા બાગેશ્વરે દક્ષિણ ગુજરાતનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્યાં પણ અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્યાંના લોકોમાં સમયસર જાગૃતિ લાવવાની તાતી જરૂર છે, તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.
