Gujarat New DGP GS Malik: અમદાવાદને 'મિની બાંગ્લાદેશ' બનતું બચાવ્યું, રાજ્યના નવા પોલીસ વડાની શાનદાર કામગીરીનો ઈતિહાસ જાણો

ચંડોળા તળાવમાં બુલડોઝર એક્શન, બાહુબલી ધારાસભ્ય છોટુ વસાવાની ધરપકડ અને ગૉડમધર સંતોકબેન જાડેજા પર ગાળિયો કસવો જેવી કામગીરી જીએસ મલિકના નામે બોલે છે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 07:00 PM (IST)Updated: Sat, 06 Jun 2026 07:01 PM (IST)
gujarat-new-dgp-gs-malik-save-ahmedabad-becoming-mini-bangladesh-know-his-journey
HIGHLIGHTS
  • અગાઉ IPS આશિષ ભાટીયાની અમદાવાદ પોલીસ કમિશનરમાંથી DPG તરીકે નિમણૂંક થઈ હતી

Gujarat New DGP GS Malik:1993ની બેંચના IPS અધિકારી જી.એસ. મલિકની ગુજરાતના નવા DGP તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ 1992ની બેંચના IPS અધિકારી અને ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવનું સ્થાન લેશે. જી.એસ. મલિક ગુજરાતના કાયમી DGP બન્યા પહેલા અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે.

IPS ઑફિસર જી.એસ. મલિકના ચાર્જ સંભાળતાની સાથે જ ગુજરાતને લગભગ 5 મહિના બાદ કાયમી DGP મળી ગયા છે. બીજી તરફ ઈન્ચાર્જ DGP રહેલા કે.એલ.એન.રાવ CID ક્રાઈન અને જેલ વિભાગમાં DP તરીકે યથાવત રહેશે. 1 જાન્યુઆરીથી કે.એલ.એન. રાવ ગુજરાતના ઈન્ચાર્જ DGP તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની પહેલા આશિષ ભાટિયા DGP બન્યા હતા.

કોણ છે જી.એસ.મલિક?
1993 બેંચના IPS ઑફિસર જ્ઞાનેન્દ્રસિંહ મલિક હરિયાણાના ફરિદાબાદના વતની છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી એન્જિનિયરિંગ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી LLB કરનાર જી.એસ.મલિક ગુજરાતના પોલીસ બેડામાં સૌથી અનુભવી અધિકારીઓ પૈકી એક છે.

જી.એસ.મલિક 6 જિલ્લામાં (અમદાવાદ રૂરલ, ભરૂચ, કચ્છ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર) SP, ચાર રેન્જના (અમદાવાદ, વડોદરા અને સુરત) IG, CID ક્રાઈમ, CID ઈન્ટેલિજન્સ, ગૃહ વિભાગ અને કેન્દ્રમાં BSF તેમજ CISFમાં મહત્ત્વપૂર્ણ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના જી.એસ. મલિકના કાર્યકાળ દરમિયાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન, ગેરકાયદેસ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ઑપરેશન ડેલ્ટા હન્ટ તેમજ અમદાવાદ શહેરમાં CCTV નેટવર્કની જાળ બિછાવવા જેવા અભિયાનના કારણે ચર્ચામાં રહ્યા.

જી.એસ.મલિક ભરૂચના SP રહેવા દરમિયાન બાહુબલી ધારાસભ્ય છોટુ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ પોરબંદરના SP તરીકે જીએસ મલિકના કાર્યકાળ દરમિયાન ગુજરાતની ગૉડમધર ગણાતા સંતોકબેન જાડેજાને શહેર છોડવા માટે મજબૂર થવું પડ્યું હતુ.

ભરતી બોર્ડના ચેરમેન રહેવા દરમિયાન જી.એસ. મલિકે ગુજરાત પોલીસમાં 24 હજાર કોન્સ્ટેબલોની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવી હતી. આટલું જ નહીં, 10 મહિના કરતા પણ ઓછા સમયમાં તેના પરિણામો જાહેર કરીને રેકોર્ડ નોંધાવ્યો હતો.

જણાવી દઈએ કે, ગુજરાત પોલીસના કાયમી DGP વિકાસ સહાયનો એક્સટેન્શન પીરિયડ ગત વર્ષના અંતમાં સમાપ્ત થઈ ગયો હતો. જે બાદ DGP પદની જવાબદારી IPS અધિકારી કે.એલ.એન. રાવને સોંપવામાં આવી હતી. જો કે ફરીથી DGPના પદ પર IPS જી.એસ. મલિકની કાયમી નિમણૂંક કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે, અમદાવાદ પોલીસ કમિશનરથી ડાયરેક્ટ DGP બનનાર જી.એસ. મલિક બીજા IPS અધિકારી છે. અગાઉ IPS આશિષ ભાટિયા પણ અમદાવાદ પોલીસ કમિશનરથી સીધા DGP બન્યા હતા.