ગાંધીનગરમાં IAS વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગરબાનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મા આદ્યશક્તિની આરતી

ગાંધીનગરમાં IAS વાઈવ્સ વેલફેર એસોશિએશનના નવરાત્રી ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી મા આદ્યશક્તિની મહાઆરતી કરી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 12 Oct 2026 10:39 PM (IST)Updated: Mon, 12 Oct 2026 10:39 PM (IST)
cm-bhupendra-patel-joins-ias-wives-garba-in-gandhinagar

Navratri 2026: આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રી દરમિયાન ગાંધીનગરમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગરબા ઉત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહીને મા આદ્યશક્તિની ભાવભક્તિ સાથે આરતી અને આરાધના કરી હતી.

મુખ્યમંત્રીશ્રીનો કરાયો ભાવભર્યો સત્કાર

ગરબા મહોત્સવના સ્થળે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ આઈ.એ.એસ. વાઈવ્સ વેલફેર એસોશિએશનના પ્રમુખ સી.વી. સોમ અને ચંન્દ્રાણી સોમ, રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવ તેમજ એસોશિએશનના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો આ ગરબા ઉત્સવમાં ભાવભર્યો સત્કાર કર્યો હતો

.naidunia_image

naidunia_image

વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ

ગાંધીનગરના આ ગરબા ઉત્સવમાં રાજ્ય સરકારના ઉચ્ચ વરિષ્ઠ સચિવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિક, હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ (HoFF) ડો. જયપાલ સિંઘ સહિત રાજ્ય સરકારમાં હાલ સેવારત તેમજ નિવૃત્ત સનદી અધિકારીઓ અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.

naidunia_image

naidunia_image