ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વેગ; વધુ 25 એકમોને સહાય મંજૂર, રૂ. 3,903 કરોડનું રોકાણ અને 8,100થી વધુને મળશે રોજગારી

ગુજરાત સરકારે 25 ઔદ્યોગિક એકમોને સહાય આપવા ફાઇનલ એલિજિબિલિટી મંજૂર કરી. રૂ. 3,903.30 કરોડના મૂડીરોકાણ સાથે 8,178થી વધુ નવી નોકરીઓનું સર્જન થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 12 Oct 2026 08:39 PM (IST)Updated: Mon, 12 Oct 2026 08:39 PM (IST)
gujarat-approves-3903-cr-industrial-investment-8172-jobs

Gujarat Industrial Subsidies: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ અને પ્રગતિશીલ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ઉદ્યોગોના સર્વાંગી વિકાસ તેમજ નવા રોકાણોને પ્રોત્સાહન આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત કરવાના આશયથી વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યના વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય પૂરી પાડવા માટે 'ફાઇનલ એલિજિબિલિટી' પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ સાકાર થતાં રાજ્યમાં કુલ રૂ. 3,903.30 કરોડનું નવું મૂડીરોકાણ આવશે અને સ્થાનિક સ્તરે અંદાજે 8,172 જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થશે.

બે મુખ્ય યોજનાઓ હેઠળ મંજૂર કરાયું રોકાણ

રાજ્ય સરકાર દ્વારા બે અલગ-અલગ પ્રોત્સાહક નીતિઓ હેઠળ આ નાણાકીય સહાયની મંજૂરી આપવામાં આવી છે-

ઔદ્યોગિક નીતિ-2015: આ નીતિ હેઠળ રાજ્યના 22 ઔદ્યોગિક એકમોના રૂ. 1,631.90 કરોડના મૂડીરોકાણને આખરી મંજૂરી આપવામાં આવી છે.

આત્મનિર્ભર ગુજરાત યોજના-2022: રાજ્યમાં મોટા પાયાના રોકાણોને પ્રોત્સાહિત કરતી આ યોજના હેઠળ 3 મોટા ઔદ્યોગિક એકમોના રૂ. 2,271.40 કરોડના વિપુલ રોકાણને મંજૂરી અપાઈ છે.

naidunia_image

આ આઠ જિલ્લાઓ અને વિવિધ ક્ષેત્રોને થશે સીધો ફાયદો

સરકારના આ પ્રોત્સાહક નિર્ણયનો લાભ કોઈ એક ચોક્કસ ક્ષેત્ર કે વિસ્તાર સુધી સીમિત નહીં રહે, પરંતુ રાજ્યના વિવિધ ભાગોમાં વિસ્તરશે. આ સહાયનો સીધો લાભ અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં સ્થપાયેલા ઉદ્યોગોને મળશે. આ એકમો ઓટોમોબાઇલ, ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, પેપર, કેમિકલ, સિરામિક તેમજ મેટલ જેવા રાજ્યના અત્યંત મહત્વપૂર્ણ અને સક્રિય ઔદ્યોગિક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

ઉદ્યોગો અને MSME સેક્ટરને મળનારા નાણાકીય પ્રોત્સાહનો

રાજ્ય સરકારની આ નીતિઓ હેઠળ પસંદગી પામેલા ઔદ્યોગિક એકમોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે વિવિધ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે-

નેટ SGST સહાય: ઉત્પાદન અને વેચાણ પર મળવાપાત્ર કર સહાય.
વ્યાજ સહાય: મૂડીરોકાણ માટે લીધેલી લોન પર વ્યાજમાં રાહત.
EPF રિઇમ્બર્સમેન્ટ: કર્મચારીઓના ભવિષ્ય નિધિ (EPF) પેટે મળતી સહાય.

naidunia_imageરાજ્ય સરકારના આ સકારાત્મક અને પ્રોત્સાહક અભિગમથી મોટા પાયાના ઉદ્યોગોની સાથોસાથ રોજગારી આપતા MSME સેક્ટરના વિકાસને પણ નવું બળ મળશે, જેનાથી ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે વિદેશી અને સ્થાનિક રોકાણનું પ્રથમ પસંદગીનું કેન્દ્ર બની રહેશે.