Rajkot: રાજકોટમાં આયોજિત સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો સત્તાવાર કાર્યક્રમ જાહેર, ભારત સહિત 23 દેશો ભાગ લેશે

અત્યાર સુધીમાં 6364 રજીસ્ટ્રેશન થયા. 11 થી 13 જાન્યુઆરી સુધી ટ્રેડ શો અને એક્ઝિબિશન. પ્રદર્શનના સ્થળ પર કુલ 6 વિશાળ હોલ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jan 2026 05:43 PM (IST)Updated: Thu, 01 Jan 2026 05:43 PM (IST)
rajkot-news-vibrant-gujarat-regional-conference-2026-full-schedule-declared-23-countries-to-participate
HIGHLIGHTS
  • યુક્રેન,જાપાન,કોરિયા, રવાન્ડા પાર્ટનર કન્ટ્રી
  • 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝમાં જોડાયા

Rajkot: ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે હવે પ્રાદેશિક સ્તરે વાઈબ્રન્ટ સમીટનું આયોજન થઈ રહ્યું છે. રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ 'રીજનલ વાઈબ્રન્ટ સમિટ' યોજાવા જઈ રહી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આ અંગેની વિગતો આપી હતી

આ સમિટમાં માત્ર ભારત જ નહીં, પરંતુ 22 જેટલા દેશોના પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ખાસ કરીને યુક્રેન, જાપાન અને રિપબ્લિક ઓફ કોરિયા જેવા દેશો સહભાગી થશે. અત્યાર સુધીમાં 6000 થી વધુ લોકોએ નોંધણી કરાવી છે. મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારા ટ્રેડ શોમાં અદાણી અને રિલાયન્સ જેવી મોટી ઉદ્યોગ જગતની હસ્તીઓ પણ હાજરી આપશે.

11 જાન્યુઆરીએ બપોરે 3.30 કલાકે મારવાડી યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ અને ટ્રેડ શોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. આ કાર્યક્રમની થીમ 'રીજીયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન' રાખવામાં આવી છે. કાર્યક્રમ માટે 4000 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ 'ઇનોગ્યુરલ ડોમ' તૈયાર કરવામાં આવ્યો છે.

વૈશ્વિક ભાગીદારી અને રજિસ્ટ્રેશન પાર્ટનર (Vibrant Gujarat Regional Conference 2026)

યુક્રેન, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા અને રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો જોડાયા છે.અત્યાર સુધીમાં ભારત સહિત કુલ ૨૩ દેશોમાંથી 6,364 જેટલા રજિસ્ટ્રેશન નોંધાયા છે. 13 આંતરરાષ્ટ્રીય ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ઉપરાંત D.R.D.O., HAL, અદાણી ગ્રુપ, ટાટા કેમિકલ્સ અને રિલાયન્સ જેવી મોટી સંસ્થાઓ આમાં સહભાગી થશે.

ભવ્ય રોડ-શો અને સ્વદેશી થીમ પર સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. રાજકોટના જુના એરપોર્ટ થી લઇ કિસાનપરા ચોક સુધી વડાપ્રધાન દ્વારા રોડ શો કરવામાં આવશે. વડાપ્રધાનનું સ્વાગત જેમાં અલગ અલગ 100 થી પણ વધુ 'સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ પર સ્લોટ ઉભા કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છની સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળશે.

naidunia_image

મોટાભાગના કેન્દ્રિય મંત્રીઓ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજરી આપશે
વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ,સહિતના મોટાભાગના કેન્દ્રિય મંત્રીઓ સહિત અનેક રાષ્ટ્રીય સ્તરના નેતાઓ હાજરી આપશે. આ ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેમ કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, પંકજ પટેલ, સુધીર મેહતા, પરાક્રમસિંહ જાડેજા, ચંદુભાઈ વોરાણી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના નામી ઉદ્યોગ સાહસિકોની હાજરીથી કોન્ફરન્સને વિશેષ મહત્ત્વ મળશે.

1000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેવાની ધારણા
આ પ્રદર્શનમાં છ હજારથી કંપનીઓ ભાગ લેશે અને અંદાજે પાંચ લાખથી વધુ મુલાકાતીઓ તેમજ 6000 થી વધુ પ્રતિનિધિઓ હાજર રહેવાની ધારણા છે. પ્રદર્શનના સ્થળ પર કુલ 6 વિશાળ હોલ (હોલ A, B,C,D E અને F ) તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે પ્રત્યેક 1000 ચોરસ મીટરમાં ફેલાયેલા હશે.

આ ઉપરાંત નાના ઉદ્યોગો માટે ખાસ 1000 ચોરસ મીટરનો MSME પેવેલિયન પણ તૈયાર કરવામાં આવશે. આયોજનને સફળ બનાવવા માટે 4000 લોકોની ક્ષમતા ધરાવતો 'ઇનોગ્યુરલ ડોમ' તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 20થી વધુ સેમિનાર હોલ અને VIP લાઉન્જની સુવિધા ઊભી કરાઈ છે. મીડિયા કર્મીઓ માટે ખાસ ટેગોર બિલ્ડિંગ ખાતે બ્રિફિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.