Surat: સુરતમાં એસઓજી પોલીસની ટીમે અમરોલી વિસ્તારમાંથી ક્રીસટલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, પોલીસે 7.10 લાખની કિંમતનું 236.780 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું, આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી નીર્મા, ઓજી, ટાઇડ, દવા વગેરે જેવા કોર્ડવર્ડથી વેચાણ કરતા હતા. આ ઘટનામાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સુરતમાં એસઓજી પોલીસની ટીમે અમરોલી છપરાભાઠા રોડ ગણેશ નગર રો હાઉસ વિભાગ ૪ પાસેથી આરોપી જીલ ભૂતપભાઈ ઠુમ્મર (21)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 7,10,340 રૂપિયાની કિંમતનું 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પકડાયેલો આરોપી મૂળ જુનાગઢનો વતની છે અને સુરતમાં અમરોલી છાપરાભાઠા રોડ ખાતે રહે છે.
પોલીસ તપાસમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ જેવા ના માધ્યમથી નીર્મા, ઓજી, ટાઈડ, દવા વગેરે કોર્ડવર્ડથી એમડી ડ્રગ્સનો વેપલો થતો હતો. આ ઘટનામાં પોલીસે ખુશાલ રાણપરીયા અને ભરત દામજીભાઈ લાઠીયા નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે અમરોલી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે આના પર અગાઉથી અમારી વોચ પણ ચાલુ હતી અને અમને એવી માહિતી હતી કે અમુક વ્યક્તિઓ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ જેવા ના માધ્યમથી નીર્મા, ઓજી, ટાઈડ, દવા વગેરે કોર્ડવર્ડથી એમડી ડ્રગ્સનો વેપાર કરે છે.
ગતરોજ SOGની ટીમ બંદોબસ્તમાં હતી તે દરમ્યાન માહિતી મળી કે, અહિયાં એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારથી જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરીયા અને ભરત દામજીભાઈ લાઠીયા આ ત્રણેય વ્યક્તિ એમડી ડ્રગ્સનો 236 ગ્રામ જથ્થો લઈને ત્યાં આવ્યા હતા.
આ દરમ્યાન એસઓજીની ટીમ ત્યાં પહોચી ગયી હતી અને જીલ ભૂપતભાઈ ઠુમ્મરને 236 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાઈ ગયો હતો તેમજ ખુશાલ રાણપરીયા અને ભરત લાઠીયા બંને ત્યાંથી નાસી ગયા હતા એટલે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે જીલ ભૂપતભાઈ ઠુમ્મર પોતે પણ એમડી ડ્રગ્સનો બંધાણી છે અને તેની ઉપર અગાઉ કોઈ કેસ દાખલ નથી, તે કન્ટ્રકશન સાઈટ પર કામ કરે છે અને તે પોતે બંધાણી હોય અને પૈસાની જરૂર હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને તેની પર અગાઉથી અમારી વોચ પણ હતી.
જેની પૂછપરછમાં 6 થી 8 મહિનાથી આ કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ બીજી વધારે વિગત ખુશાલ રાણપરીયા અને ભરત લાઠીયા પકડાઈ ત્યારે જાણવા મળશે, આ ડ્રગ્સ ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ છે અને તેને કોર્ડવર્ડમાં મ્યાઉ મ્યાઉં પણ કહેવામાં આવે છે.
