Sara Tendulkar: સચિન તેંડુલકરની 'લાડલી'નો VIDEO VIRAL, સારાના હાથમાં બિયરની બોટલ સાથે બિન્દાસ્ત અંદાજ જોઈ નેટીઝન્સ ચોંક્યા

લોકો નશામાં ધૂત થઈને રોડ પર ધમાલ મચાવે છે, જ્યારે સારા તો માત્ર ફરી રહી છે, તેમાં કશું જ ખોટું નથી: યુઝર્સ કોમેન્ટ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 01 Jan 2026 05:15 PM (IST)Updated: Thu, 01 Jan 2026 05:15 PM (IST)
sachin-tendulkars-daughter-sara-tendulkars-goa-video-sparks-public-drinking-rules-debate
HIGHLIGHTS
  • સારા તેંડુલકર મિત્રો સાથે ગોવામાં વેકેશન ઈન્જોય કરી રહી છે
  • બિયર સાથે સારાનો ફોટો વાયરલ થતાં સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયું

Sara Tendulkar Viral Video: ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંડુલકરની લાડકી દીકરી સારા તેંડુલકર હાલના દિવસોમાં ગોવામાં પોતાનું વેકેશન માણી રહી છે. તાજેતરમાં જ સારા તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સારા તેંડુલકર રેડ ફ્લોરલ ડ્રેસમાં મિત્રો સાથે ગોવાના રોડ પર લટાર મારતી જોવા મળી રહી છે. આ સમયે કેઝ્યુઅલ લુકમાં રહેલી સારાના હાથમાં બિયરની બોટલ છે અને તે પાર્ટી મૂડમાં દેખાય છે. આ વીડિયોથી જ ખબર પડી જાય છે કે, સારાએ ગોવામાં વેકેશનને ખૂબ જ ઈન્જોય કર્યું છે.

આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં તરેહ-તરેહની કૉમેન્ટોનો ધોધ વહેવા લાગ્યો છે. કેટલાક યુઝર્સે સારા તેંડુલકરની ટીકા કરી છે, તો કેટલાક લોકોએ સારાને સપોર્ટ કરતાં કૉમેન્ટમાં લખ્યું છે કે, આ સારાની અંગત જિંદગી છે, તેમાં કોઈએ માથું ના મારવું જોઈએ.

લોકો નશામાં ટલ્લી થઈને રોડ પર ધમાલ મચાવે છે, જ્યારે સારા..
એક યુઝર્સે સારાને સપોર્ટ કરતાં તેના બિયર પીવાને યોગ્ય ઠેરવતા લખ્યું કે, સારા પાર્ટી મૂડમાં છે. તેણે નવું વર્ષ ગોવામાં મનાવ્યું લાગે છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, મને સારા તેંડુલકર અન્ય સ્ટાર કિડ્સથી અલગ લાગી રહી છે. તે માસૂમ લાગતી હતી. અન્ય એક યુઝર્સે લખ્યું કે, લોકો નશામાં ધૂત થઈને રોડ પર ધમાલ મચાવે છે, જ્યારે સારા તો માત્ર ફરી રહી છે, તેમાં કશું જ ખોટું નથી. જ્યારે એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, સારાના પિતા સચિન તેંડુલકર દારૂ અને નશાના વિરોધી છે, જ્યારે પુત્રી હાથમાં બિયર લઈને ફરી રહી છે.

જણાવી દઈએ કે, સારા તેંડુલકર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને વેલનેસ એન્ટરપ્રેન્યોર પણ છે. તે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર પણ છે અને પોતાનો પિલેટ્સ સ્ટુડિયો પણ ચલાવે છે.