Rajkot: શાપર વેરાવળથી પાંચ દિવસ પહેલા જ રાજકોટ પારેવડી ચોક નજીક રૂમ રાખીને રહેવા આવેલા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ’હું શંકર ભગવાન પાસે જાઉ છું, મારી મરજીથી મરુ છું, કોઈનો વાંક નથી’…આવી ચિઠ્ઠી તેણે લખી હોઈ પોલીસે કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના પારેવડી ચોક નજીક આવેલા ખોડિયારપરામાં રહેતા યુવકે ગળફાંસો ખાઈ લીધાની જાણ 108 મારફત થતો બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના PSI મેડમ એમ. એન. પોઠીયા સહિતે ઘટના સ્થળ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર યુવાનનું નામ પ્રતિકભાઈ કિશોરભાઈ ધોળકીયા હોવાનું ખુલ્યું હતું. આ યુવાન મૂળ શાપર વેરાવળનો વતની હતો અને અહીં પાંચેક દિવસ પહેલા જ રૂમ રાખી રહેવા આવ્યો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો.
PSI એમ.એન. પોઠીયાના જણાવ્યા મુજબ, આપઘાત કરનાર યુવાન પ્રતિકભાઈએ એક ચિઠ્ઠી લખી હતી, જે રૂમમાથી મળી આવી છે. જેમાં તેણે 'હું મારી મરજીથી મરુ છું, કોઈનો વાંક નથી, હું શંકર ભગવાન પાસે જાઉ છુ' તેવું લખાણ લખ્યું છે. હાલ તો આપઘાતનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ યથાવત રાખવામાં આવી છે
