Rajkot: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં વિશાળ મૌન રેલી યોજાઈ

રાજકોટ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત રેલીમાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Dec 2024 07:09 PM (IST)Updated: Thu, 05 Dec 2024 07:09 PM (IST)
rajkot-news-samast-hindu-samaj-rally-for-hindus-in-bangladesh
HIGHLIGHTS
  • ભારત સરકારને કડક પગલાં લેવાની માંગ ઉઠી

Rajkot: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો અને નિર્દોષ હિન્દુ સંતો આમ જનતાને ધરપકડના વિરોધમાં રાજકોટ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવનથી નીકળી કલેક્ટર ઓફિસ સુધી નીકળેલી આ મૌન રેલીમાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ના લોકો માટે વધતા અત્યાચાર માટે રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો અને હિંદુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો માફીને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે. ધર્મ પરના હુમલાને રોકવાની જરૂરી છે.

રાજકોટના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જણાવ્યું હતું કે, ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં માઠા પરિણામો ભોગવવા પડશે. તેથી ભારત સરકારે બાંગ્લાદેશ પર દબાણ કરીને આ અત્યાચારો બંધ કરાવવા જોઈએ.

મૌન રેલી બાદ કલેકટરને આવેદન પત્ર પાઠવીને હિંદુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી. આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.