Rajkot: રોગચાળો ડામવા મનપાનું સઘન ચેકિંગ, 'બીમારી' વેચતી ખાણીપીણીને વધુ 6 પેઢી સીલ; રૂ. 10 હજાર સુધીનો દંડ ફટકાર્યો

રાજકોટ મહાનગરપાલિકાએ રોગચાળાને કાબૂમાં લેવા ખાણીપીણીના સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું. અનહાઈજેનિક અને વાસી ખાદ્યસામગ્રી વેચતી 7 પેઢીઓને સીલ મારી, રૂ. 2 હજારથી 10 હજાર સુધીનો દંડ ફટકાર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 30 Jun 2026 06:49 PM (IST)Updated: Tue, 30 Jun 2026 06:49 PM (IST)
rajkot-news-rmc-seal-7-unhygienic-food-units-fines-up-to-rs-10k

Rajkot: રાજકોટ મહાનગરપાલિકાએ રોગચાળાને જડમૂળથી કાબુમાં લેવા માટે ખાણીપીણીના સ્થળે શરૂ કરેલી ચેકીંગ ઝૂંબેશ દરમિયાન બીમારીને આમંત્રણ આપતી વધુ સાત પેઢીને સીલ મારી દેવામા આવી છે.

જેમાં સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે મવડી મેઇન રોડ પર તુલસી બેકરી, આનંદ બંગલા ચોકમાં ક્રિષ્ના રેસ્ટોરેન્ટ, મવડી પ્લોટ-4માં આવેલા પટેલ સ્વીટ, જૂના મોરબી રોડ જકાત નાકા પાસે પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન, ગોંડલ રોડ પર જેકે હોન્ડા શો-રૂમ પાછળ વિજયભાઇ નારણભાઇ ગમારાની પનીરની પેઢી તેમજ મોરબી રોડ પર કલ્પતરૂ સોસાયટીમાં જય બજરંગ ડેરીમાંથી વાસી ખાદ્યસામગ્રીનો જથ્થો મળી આવતા ઉક્ત તમામ સાતેય પેઢીને મનપાએ તાળા મારી રૂ.5 હજારથી રૂ.10 હજાર સુધીનો દંડ ફટકાર્યો છે.

 


આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીના માર્ગદર્શન હેઠળ સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતા સહિતની ટીમે શહેરના ત્રણેય ઝોનમાં હાથ ધરેલા ચેકીંગ દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ નીચે, વિમોક્ષ ઝટકા સામે, મવડી મેઇન રોડ ખાતે 'તુલસી બેકરી' પેઢીને સીલ કરવામાં આવી છે. જ્યાં સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ બેકરી પ્રોડક્ટસ, પાઉં, બાંધેલો લોટ કુલ મળીને અંદાજિત 160 ઊં.ૠ. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. આ સાથે જ પેઢીને રૂ.10,000નો દંડ ફટકારાયો છે.

જ્યારે આનંદ બંગલા ચોકમાં 'ક્રિષ્ના રેસ્ટોરન્ટ' પેઢીને સીલ કરવામાં આવી છે. જ્યાં સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી શાકભાજી, અખાદ્ય ડુંગળી, ગ્રેવી, બાંધેલો લોટ, દાળ, મંચુરિયન, પ્રિપેર્ડ ચટણી, પાપડ, નૂડલ્સ કુલ મળીને અંદાજિત 135 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે પેઢીને રૂ.10,000નો દંડ કરાયો છે.

naidunia_image

આ ઉપરાંત દર્શન-4 મવડી પ્લોટ, ગુજરાત વાયરની બાજુમાં 'શ્રી પટેલ સ્વીટ્સ' પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

જ્યારે જૂના મોરબી રોડ, જકાત નાકા પાસે 'શ્રી પટેલ વિજય સ્વીટ્સ નમકીન' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાત્ય એક્સપાયર્ડ થયેલ ફ્લેવર એસેન્સ, પીઝા બેઝ, બિસ્કીટ, બેકરી પ્રોડક્ટ, નમકીન ફરસાણ, પ્રીમિક્સ ઇન્સ્ટન્ટ કુક ફૂડ, મીઠાઈ, સાટા, ફુલ અંદાજિત 29 કિલો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂ.5,000નો દંડ કરાયો છે.

naidunia_image

આ દરમિયાન વિજય પ્લોટ-24, જેકે હોન્ડા શોરૂમ પાછળ 'વિજયભાઈ નારણભાઇ ગામરા (ધંધાના માલિક)' પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.5,000નો દંડ કરાયો છે. જ્યારે રાધામીરા રોડ, કલ્પતરૂ સોસાયટી, મોરબી રોડ ખાતે 'જય બજરંગ ડેરી પ્રોડક્ટસ' પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર લેબલ વગરના પનીર નો ફુલ અંદાજિત 10 કિલો જથ્થાનો નાશ કરવામાં આવેલ. પેઢીને રૂૂ.2,000નો દંડ કરાયો છે.