જન્માષ્ટમીમાં રાજકોટમાં વાહન ખરીદીનો ધમધમાટ, 6 દિવસમાં 984 નવા વાહનો ખરીદાયા, રૂ.30.24 કરોડનો વેપાર

જન્માષ્ટમીમાં રાજકોટમાં વાહન ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો. 6 દિવસમાં 984 નવા વાહનો ખરીદાયા અને રૂ.30.24 કરોડનો વેપાર થયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 06 Sep 2026 10:05 AM (IST)Updated: Sun, 06 Sep 2026 10:05 AM (IST)
rajkot-janmashtami-vehicle-purchase-984-new-vehicles-rs-30-24-crore

Rajkot News: જન્માષ્ટમીના શુભ અને પવિત્ર તહેવારના રોજ રાજકોટવાસીઓમાં વાહન ખરીદીનો નવો ઉત્સાહ જોવા મળ્યો છે. શુભ મુહૂર્તમાં નવું વાહન ખરીદવાની પરંપરાને વળગી રહીને રંગીલા રાજકોટવાસીઓએ કરોડો રુપિયાના હજારો વાહનો પોતાના નામે કર્યા છે. રાજકોટ મનપાના 31 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધીના વાહન વેરા સંબંધિત સત્તાવાર આંકડા મુજબ, જન્માષ્ટમી જેવા તહેવારોના ટૂંકા ગાળામાં રાજકોટવાસીઓએ રુ.30.24 કરોડથી વધુની કિંમતના 984 નવા વાહનો ખરીદ્યા છે.

રાજકોટવાસીઓની પહેલી પસંદ

વાહન ખરીદીના સત્તાવાર આંકડાઓ પર નજર દોડાવીએ તો, રાજકોટવાસીઓની પહેલી પસંદગી ટુ-વ્હીલર રહી છે. શહેરમાં કુલ 742 પેટ્રોલ ટુ-વ્હીલર અને 3 સીએનજી ટુ વ્હીલર મળીને કુલ 745 જેટલા નવા ટુ વ્હીલર માર્ગો પર દોડતા થયા છે. તેમજ ફોર વ્હીલર વાહનોની ખરીદીમાં જંગી વધારો થયો છે. સીએનજી, પેટ્રોલ અને ડીઝલથી ચાલતી 168 LMV કાર, 5 ભારે વાહનો અને 27 LCV વાહનોનો સમાવેશ થાય છે.

સ્થાનિક ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ઉછાળો

જન્માષ્ટમી જેવા તહેવારોમાં શહેરીજનોએ કરેલી વાહન ખરીદીના લધીધે સ્થાનિક ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મોટો ઉછાળો આવ્યો છે. જ્યારે બીજી બાજુ વાહનોના રેકોર્ડબ્રેક વેચાણથી રાજકોટ મનપાની તિજોરી પણ છલકાઈ છે. રુ. 30,24,54,004ની કિંમતના વાહનોની નોંધણીથી આરએમસીને કુલ 65.42,922ની ટેક્સ અને વાહન વેરા પેટે જંગી રકમ પ્રાપ્ત થઈ છે.

વાહન ખરીદીના કુલ આંકડા

પ્રકાર સંખ્યા વ્હીકલ પ્રાઈઝ ટેક્સની આવક
ફોર-વ્હીલર 202 21,46,92,104 50,69,564
થ્રી-વ્હીલર 33 89,01,281 1,26,556
ટુ-વ્હીલર 745 6,81,19,344 11,31,975
સિક્સ-વ્હીલર 04 1,07,41,275 2,14,825
ટોટલ 984 30,24,54,004 65,42,920