Rajkot: કંપનીનું ઈ-મેઈલ ID હેક કરી પૂર્વ કર્મચારીએ ડેટા ચોર્યો, વાયરલ કરવાની ધમકી આપી ડાયરેક્ટર પાસે રૂ. 80 લાખ માંગ્યા

પ્રોમોકાશ કંપનીના ડાયરેક્ટરની મોબાઈલ સ્ક્રીન પર તેમનું ઈમેઈલ આઈડી અન્ય કોઈ ડિવાઈઝમાં લોગ-ઈન થયું હોવાનું નોટિફિકેશન આવતા તેઓ ચોંક્યા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 03 Sep 2025 07:12 PM (IST)Updated: Wed 03 Sep 2025 07:12 PM (IST)
rajkot-news-pramokash-outsourcing-services-company-former-accountant-hack-email-id-and-data-theft-596796
HIGHLIGHTS
  • પૂર્વ એકાઉન્ટન્ટે ઈ-મેઈલ IDનો એક્સેસ મેળવી ડેટા ચોરી લીધો
  • આરોપીને સકંજામાં લેવા માટે સાયબર ક્રાઈમની દોડધામ

Rajkot: રાજકોટની પ્રોમોકાશ કંપનીનું ઈ-મેઈલ આઈડી અને ડેટા હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગતા સાયબર પોલીસ મથકમાં ગુનો નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટ અનંત કોબીયાએ ઇમેઇલ આઇડીનો એક્સેસ મેળવી ડેટા ચોરી લઈ ડાયરેકટને રૂબરૂ મળી 80 લાખની માંગણી કરી ડેટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર ચંદ્રપાર્ક-02, શેરી નં.14 માં રહેતા
કૈલાશભાઇ અરવીંદભાઈ પ્રજાપતિ (ઉ.વ. 35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનંત વાઘજી કોબીયાનું નામ આપતાં સાયબર ક્રાઇમની ટીમે બીએનએસ એકટ 308(3), 351(2) અને આઈટી એકટ હેઠળ ગુનો નોંઘી તપાસ હાથ ધરી હતી.

વધુમા ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પ્રોમોકાશ આઉટ સોસીંગ લીમીટેડ કંપનીના ડાયરેકટર છે અને પ્રોમોદભાઇ બાબુભાઇ યાદવ પણ તેઓની સાથે ડાયરેકટર છે. આ કંપની 150 ફૂટ રિંગરોડ પર મવડી સર્કલ આર.કે.એમ્પાયર 926 ખાતે આવેલ છે. જેમાં ફરીયાદી તેના ભાગીદાર અને અન્ય છ લોકોનો સ્ટાફ બેસી લેબર સપ્લાયનુ કામ કરે છે.

ગત તા.27/06ના તેઓ કંપનીએ હતા, ત્યારે બપોરે 12:30 વાગ્યે તેમના મોબાઇલમાં સ્ક્રીન ઉપર એક નોટીફીકેશન આવેલ જેમા તેઓનું મેઇલ આઇડી અન્ય કોઇ ડીવાઇઝમા લોગીન થયેલ હોવાનુ નોટીફીકેશન આવેલ હતું. જે બાદ તે આઇડી પોતાના ફોનમા લોગીન કરતા તે લોગીન થતુ ના હોય અને હેક થયેલ હોય તેવુ જણાયેલ હતુ.

થોડાક દિવસો બાદ અનંત કોબીયા નામના કંપનીના જુના કર્મચારી સોરઠીયા વાડી સર્કલ પાસે મળેલ અને તેમણે મને કહેલ કે, મે તારી કંપનીના ઇ-મેઇલ આઇડી હેક કરેલ છે, જો તારા આ આઇડી તથા કંપનીનો ડેટા પાછો જોઇતો હોય તો તારે મને રૂ.80 લાખ આપવા પડશે અને જો રુપિયા નહી આપીશ તો તમારી કંપનીનો ડેટા વાયરલ કરી દઈશ.

આ ઉપરાંત ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓની કંપનીમા આશરે ત્રણ વર્ષ પહેલા નોકરી કરતા અનંત વાઘજી કોબીયા જેઓ કંપનીમા એકાઉન્ટન્ટ તથા એચ.આર. તરીકે નોકરી કરતા હતા.

તેઓએ ફરીયાદીની જાણ બહાર કપટથી મેઇલ આઇડી હેક કરી કમ્પ્યુટરમા રહેલ આ કંપનીનો ડેટા વાઇરલ કરવાની ધમકી આપી બ્લેક મેલ કરતા ફરીયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમની ટીમે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ આદરી હતી.