VIDEO: રાજકોટમાં પદ્મિનીબા વાળાના પુત્રના રમકડાની રિવૉલ્વર સાથે સીનસપાટા, પોલીસે કાયદાનું ભાન કરાવતા બે હાથ જોડી માફી માગી

માતા પદ્મિની બા સાથે સત્યજીતે ગરબામાં એન્ટ્રી કરવા સાથે હથિયાર રાખી 'છાવા' ફિલ્મના ડાયલોગ સાથેનો વીડિયો બનાવ્યો હતો. જેથી યુનિવર્સિટી પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Sep 2025 06:03 PM (IST)Updated: Tue, 23 Sep 2025 06:03 PM (IST)
rajkot-news-police-teach-lesson-to-padminiba-vala-son-after-video-goes-viral-with-revolver-in-garba
HIGHLIGHTS
  • અટલ સરોવર ખાતે આયોજિત અર્વાચીન રાસોત્સવમાં હાજરી આપવા આવ્યો હતો
  • પદ્મિનીબા અને સત્યજીતનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસની કાર્યવાહી

Rajkot: ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાના પુત્ર સત્યજીતનો અર્વાચીન રાસોત્સવમાં એન્ટ્રી વખતે રિવોલ્વર જેવા હથિયાર સાથેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તપાસ કરતા તેમાં નવો ખુલાસો થયો હતો. પોલીસે તપાસ કરતા સત્યજીતે કમર પર જે રિવોલ્વર જેવું હથિયાર ટીંગાડી સીનસપાટા કર્યા હતા, તે રમકડાંનું હતું. આ વિવાદ સામે આવ્યા બાદ પદ્મિનીબાના પુત્ર સત્યજીતે પોલીસ સ્ટેશનમાં માફી માગી હતી.

આ સમગ્ર ઘટના અટલ સરોવર ખાતે યોજાયેલા અર્વાચીન રાસોત્સવ દરમિયાનની હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા તેમના પુત્ર સત્યજીત ચીફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. આ અર્વાચીન રાસોત્સવમાં રાસ-ગરબાની ધમાલ ચાલી રહી હતી.

આ સમયે પદ્મિનીબા વાળા તેમના પુત્ર સત્યજીત ગરબામાં એન્ટ્રી વખતે સત્યજીત કમર પર રિવોલ્વર જેવું હથિયાર રાખીને 'છાવા' ફિલ્મના ડાયલોગ સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થતાં લોકોમાં ચર્ચા જાગી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સીટી પોલીસ મથકે સત્યજીતને પૂછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં સત્યજીતે પોલીસની હાજરીમાં વીડિયોના માધ્યમથી માફી માગી લીધી હતી.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પદ્મિનીબા વાળાનાં પુત્રએ પોલીસ પૂછપરછમાં પોતે કમરે ટીંગાડેલ હથિયાર રમકડાની રિવોલ્વર હોવાનું અને પોતે માત્ર રમકડાંની રિવોલ્વર લગાવીને ત્યાં ગયો હતો. જોકે આ પોતાની ભૂલ હોવાથી આ માટે માફી માંગુ છું અને ફરી વખત ક્યારેય આવું નહીં કરવાની ખાતરી આપું છું. પોલીસ દ્વારા આ રિવોલ્વર રમકડાંની હોવાની ખાતરી કરવામાં આવી હતી. જેમાં કોઈપણ ગુનો નહીં બનતો હોય પદ્મિનીબા વાળાનાં પુત્રને જવા દેવામાં આવ્યો હતો.

પીઠડિયા ટૉલ પ્લાઝા પર 'ગવર્મેન્ટ ઑફ ગુજરાત' લખેલી કારના ચાલકની દાદાગીરી
ગત 10 સપ્ટેમ્બરના રોજ 'ગવર્મેન્ટ ઑફ ગુજરાત' લખેલી ઈનોવા કારના ચાલે પીઠડિયા ટોલ પ્લાઝા પર દાદાગીરી કરી બેરિયર તોડીને નાસી છૂટ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં રાજકોટ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જે બાદ કાયદાનું ભાન કરાવવા માટે માફી મંગાવતો વીડિયો શૂટ કરાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.