Rajkot: થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સખત કરી દેવામાં આવ્યું છે.
તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસે કરેલા ચેકિંગ દરમિયાન પોલીસે દારૂ પીધેલા, છરી રાખતા અને દારૂ સાથે કુલ 50 થી વધુ શખસોની ધરપકડ કરી હતી.
થર્ટી ફર્સ્ટમાં દારૂની પાર્ટીઓ કરવાની ફેશન બની ગઇ છે. તેમાંય વર્ષનો અંતિમ દિવસ હોય, ત્યારે દારૂની પાર્ટીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણી કઈ રીતે થઇ શકે, ત્યારે શહેરમાં પોલીસ દ્વારા પણ દારૂ પી છાકટા વેળા કરનાર તત્વોની ખો ભુલાવી દેવા તૈયારી કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયાની સુચનાથી ડીસીપી ઝોન-1 હેતલ પટેલ,ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના પોલીસ અધિકારીઓના નિરીક્ષણ હેઠળ શહેરમાં સાંજથી જ શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
શહેરમાં કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ,ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી, સંતકબીર રોડ,રેસકોર્ષ રીંગ રોડ,યાજ્ઞિક રોડ ત્રિકોણબાગ સહિતના અલગ-અલગ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને ફોર વ્હીલ સહિતના વાહન ચાલકોને રોકી રોકીને બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કર્યું હતું. જેમાં અલગ અલગ સ્થળોએ પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે ચેકિંગ કર્યું હતું જેમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે છરી સાથે 17, દારૂ પીધેલી હાલતમાં નીકળેલા 21 તેમજ દારૂ સાથે 18ની ધરપકડ કરી હતી. હજુ પણ આજે થર્ટી ફસ્ટ પૂર્વે પોલીસનું સધન ચેકિંગ ચાલુ રહેશે.
