ગોંડલ ગ્રામ્યમાં મૂક બધિર પરિણીતા પર દુષ્કર્મઃ એકલી ભાળી ગામના દરજીએ ઘરમાં ઘૂસી શિયળ લૂંટ્યું, અચાનક જેઠ આવી જતાં ભાગ્યો

રાજકોટના ગોંડલ ગ્રામ્યમાં એક મૂક બધિર પરિણીતા પર ગામના દરજીએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી ગીરીશ જેઠવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 06:51 PM (IST)Updated: Mon, 19 Oct 2026 06:51 PM (IST)
rajkot-news-mute-and-deaf-woman-assaulted-in-gondal-rural-area

Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુક બધિર પરિણીતા પર ગામમાં જ રહેતા દરજી કામ કરતાં નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની અટકાયત કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોંડલ તાલુકાના એક ગામમાં રહેતી મુક બધિર મહિલા પોતાના ઘરે એકલી હતી. આ સમયે તેની એકલતા અને લાચારીનો લાભ ઉઠાવીને ગામમાં દરજીકામ કરતો ગીરીશ જેઠવા નામનો ઈસમ ઘરમાં ઘૂસી ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. આ સમયે પીડિતાનો જેઠ અચાનક આવી જતાં ગીરીશ જેઠવા ભાગી છૂટ્યો હતો.

જે બાદ જેઠ સહિતના પરિવારજનોએ પૂછપરછ કરતાં મુક બધિર પરિણીતાએ ઈશારાથી પોતાની સાથે થયેલા કુકર્મની આપવીતી જણાવી હતી. આખરે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે ગીરીશ જેઠવા વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.