Rajkot: વેપારીની પત્નીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, 108ની ટીમે મૃતદેહ નીચે ઉતાર્યો

સુખી સંપન્ન પરિવારની મહિલાના આપઘાતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Oct 2024 06:03 PM (IST)Updated: Wed, 02 Oct 2024 06:03 PM (IST)
rajkot-news-married-woman-commit-suicide-at-punitnagar-society

Rajkot: શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલા સૂતા હનુમાનની બાજુની ગલીમાં પુનિત સોસાયટી નજીક રહેતા મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારિયા રોડ ઉપર સૂતા હનુમાનની બાજુની ગલીમાં રામેશ્વર મંદિર નજીક રહેતી પૂનમ આશિષભાઈ મહેતા નામની 32 વર્ષીય પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ અંગે પરિવારજનો દ્વારા 108ને જાણ કરવામાં આવતા EMT આરતીબેન સહિતના સ્ટાફે પૂનમને નીચે ઉતારીને મૃત જાહેર કરી હતી. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ આ બાબતની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI ગોહિલ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યાં જરૂરી કાગળો કરીને આપઘાતનું સાચું કારણ જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પૂનમ મહેતાના પતિ વેપારી છે અને તેમને બે સંતાનો પણ છે. પૂનમે અંતિમ પગલું ભરતા મહેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.