Rajkot: વિંછીયામાં પ્રેમી પંખીડાનો આપઘાત, ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

મૃતક યુવક વિંછીયા તાલુકાના ગુંદાળા ગામનો વતની, જ્યારે અંતિમ પગલું ભરનાર યુવતી અમરેલી જિલ્લાના માસીયાળા ગામમાં રહેતી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 16 Feb 2025 09:01 PM (IST)Updated: Sun, 16 Feb 2025 09:01 PM (IST)
rajkot-news-lover-commit-suicide-by-hang-them-self-on-tree-at-vinchhiya
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પ્રેમી યુગલની લટકતી લાશ મળી આવતા મામલતદાર સહિતનો કાફલો દોડતો થયો

Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના હિંડોળગઢ ગામની વીડીમાં પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતીએ ઝાડ પર દોરડું બાધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિંછીયા તાલુકાના હિંડોળગઢ ગામની વીડીમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકેલા 20 થી 22 વર્ષની આસપાસના યુવક-યુવતીની લાશ મળી આવી હતી. આ બાબતની જાણ થતાં વિંછીયા પોલીસ, મામલતદાર અને FSL સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ યુવક-યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિંછીયા તાલુકાના ગુંદાળા ગામમાં રહેતો હતો. જ્યારે આપઘાત કરનાર યુવતી અમરેલી જિલ્લાના માસીયાળા ગામની હોવાનું સામે આવ્યું છે. બન્ને જણાએ પ્રેમ પ્રકરણના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે બન્નેના પરિવારજનોની પૂછપરછ કરવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.