VIRAL VIDEO: જેમ ગુજરાતીઓના લગ્ન પ્રસંગમાં ગરબાનું આગવું મહત્ત્વ હોય છે, તેમ હવે દેશના દરેક ખુણામાં લગ્ન સમારોહમાં DJ અને ડાન્સ ના હોય, તો પ્રસંગ ફિક્કો લાગતો હોય છે. હાલના દિવસોમાં સગાઈથી લઈને લગ્ન સુધીના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક લગ્ન મંડપમાં કન્યાની ધાંસુ એન્ટ્રી બતાવવામાં આવે છે, તો ક્યારેક વર-કન્યાના ડાન્સના વીડિયો ધૂમ મચાવે છે. આ ઉપરાંત ઘણી વખત પરિવારના સભ્યોનો ભાવુંક ક્ષણ પણ ચર્ચાનો વિષય બની જાય છે. આવો જ વધુ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં સગાઈ વખતનો એક કપલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્ટેજ પર યુવક-યુવતીની સગાઈની વિધિ ચાલી રહી હોય છે. આ દરમિયાન અચાનક યુવતીના પિતા સ્ટેજ પર પહોંચી જાય છે અને મહેમાનોની હાજરીમાં જ સગાઈ અટકાવી દે છે. જો કે બીજી જ ક્ષણે એક નવો જ ટ્વીસ્ટ આવે છે. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક સ્ટેજ પર ઘુંટણના જોરે બેઠો છે, જે સામે ઉભી રહેલી પોતાની વાગ્દતા યુવતીને સગાઈની વિંટી પહેરાવવા જ જતો હોય છે. આ દરમિયાન અચાનક સ્ટેજ પર એક પુરુષ આવી જાય છે, જે યુવતીના પિતા છે. જે પોતાની દીકરીને લઈને સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગે છે. જેને લઈને થોડીવાર માટે સોંપો પડી જાય છે.
જે બાદ DJ ગોવિંદાની ફિલ્મ 'દુલ્હેરાજા'નું ગીત 'સુનો સસુસરજી…' વગાડે છે. આ સાથે જ યુવક અને યુવતી એવો શાનદાર ડાન્સ કરે છે કે, ત્યાં ઉપસ્થિત સૌ કોઈ તેમને ચિયર કરવા લાગે છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને 5 લાખ જેટલા લોકો લાઈક કરી ચૂકયા છે. આ સાતે જ આ વીડિયો પર લોકો તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે કૉમેન્ટમાં લખ્યું કે, ગોવિંદા અને કાદરખાનની જોડીની યાદ આવી ગઈ…. એક યુઝર્સે લખ્યું DJ વાળાના કારણે જ સગાઈ તૂટતા બચી. એક યુઝર્સે લખ્યું ક, સગાઈ તેમની અટકાઈ અને દુ:ખ મને થઈ રહ્યું છે.
