Rajkot: આણંદપરમાં કૌટુંબિક ભાઈ-બહેનનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમસબંધમાં સમાજના ડરથી અંતિમ પગલું ભર્યાની શંકા

રાતે ઘરેથી નીકળી ગયા બાદ સવારે લીમડાના ઝાડ પર લટકતી હાલતમાં બન્નેની લાશ મળી આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Dec 2024 07:28 PM (IST)Updated: Thu, 19 Dec 2024 08:06 PM (IST)
rajkot-news-lover-commit-suicide-by-hang-them-self-on-tree-at-anandpar-village
HIGHLIGHTS
  • બન્ને મૃતકો કાકા-બાપાના ભાઈ-બહેન થતાં હતા

Rajkot: રાજકોટ શહેરની ભાગોળે આવેલા નવાગામ-આણંદપર પાસે આજે સવારે કૌટુબિંક ભાઇ-બહેનની ગળેફાંસો ખાધેલી હાલતમા લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બંનેના આપઘાત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદપર ગામમા રહેતા સતીષ બાબુભાઇ બારીયા (ઉ.વ. 16) અને તેની પિતરાઇ બહેન સુજીલોબેન રતનભાઇ બારીયા (ઉ.વ. 16) બંનેની આજે સવારે આણંદપર દિવેલીયા પરા હોટેલ બ્લેક સ્ટોનની પાછળ ઇંટોના ભઠ્ઠા પાછળ લીમડાના ઝાડ સાથે લટકતી લાશ મળી આવી હતી.

આ મામલે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી 108 ને જાણ કરતા 108 ના તબીબે બંને મૃતદેહોને નીચે ઉતારી મૃત જાહેર કર્યા હતા. જે બાદ કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ ઝાલા અને સ્ટાફે બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા.

આ ઘટનામા સતિષ 3 ભાઇ એક બહેનમા બીજો અને પોતે ઇંટોના ભઠ્ઠામા કામ કરતો હતો. તેમજ મૃતક સગીરા બે ભાઇ બે બહેનમા નાની અને તે પણ ઇંટોના ભઠ્ઠામા કામ કરતી હતી. બંને કાકા - બાપાના ભાઇ બહેન તથા હોવાનુ જાણવા મળી રહયુ છે. બંને ઘરેથી રાત્રે નીકળી ગયા હતા અને આજે સવારે પોતાના ઘરે બંને ન મળતા પરીવારજનોએ શોધખોળ કરી હતી.

આ દરમિયાન બંનેના સજોડે ગળેફાંસો ખાધેલી હાલતમા મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમા બંને વચ્ચે પ્રેમસબંધ હોય અને પરિવાર સ્વીકારશે નહી તેવા ડરના કારણે આ પગલું ભરી લીધાની શંકા પોલીસે દર્શાવી છે.