Varun Dhawan In Ahmedabad: 'બેબી જૉન'ના પ્રમોશન માટે વરુણ ધવન અમદાવાદનો મહેમાન બન્યો, ગુજરાતી થાળીનો સ્વાદ માણી કહ્યું- 'મજા આવી ગઈ'

અભિનેતા વરુણ ધવન, અભિનેત્રી વામિકા ગબ્બી અને બાળ કલાકાર ઝારાએ અટલ બ્રિજ પર ફોટો શૂટ કરાવ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Dec 2024 07:10 PM (IST)Updated: Thu, 19 Dec 2024 07:12 PM (IST)
ahmedabad-news-varun-dhawan-and-wamiqa-gabbi-visits-atal-bridge-for-baby-john-promotion
HIGHLIGHTS
  • 25 ડિસેમ્બરે બેબી જૉન થિયેટરમાં રિલીઝ થશે

Varun Dhawan In Ahmedabad: બૉલિવૂડ અભિનેતા વરુણ ધવન પોતાની આગામી ફિલ્મ 'બેબી જૉન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે વરુણ ધવન સહિતના કલાકારો દેશના અલગ-અલગ શહેરની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત 'બેબી જૉન'ના કલાકારો આજે અમદાવાદની મુલાકાત લીધી હતી.

વરુણ ધવન ઉપરાંત ફિલ્મની અભિનેત્રી વામિકા ગબ્બી તેમજ ફિલ્મમાં ઑન સ્ક્રિન વરુણની પુત્રી બનતી ઝારા સુંદરશ્વરન આજે 'બેબી જૉન'ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. વરુણ ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં એક તસવીરમાં વરુણ ધવન અને વામિકા ગબ્બી અટલ બ્રિજ પર જોવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં વરુણ અને વામિકા ઉપરાંત બાળ કલાકાર ઝારા પણ અટલ બ્રિજ પર પોઝ આપી રહી છે.

બીજી એક તસવીરમાં વરુણ ધવન અને વામિકા ગબ્બી કોઈ હોટલમાં ગુજરાતી થાળીની મજા માણી રહ્યા છે. આ તસવીરના કેપ્શનમાં વરુણ ધવને લખ્યું છે કે, ગુજરાતી થાળી…મજા આવી ગઈ…

જણાવી દઈએ કે, વરુણ ધવનની 'બેબી જૉન' ક્રિસમસના અવસર પર આગામી 25 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. જેમાં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે.

આ ફિલ્મ વિજય થલાપતિની તમિલ ફિલ્મ 'થેરી'ની હિન્દી રિમેક છે. સાઉથની ફિલ્મને એટલીએ ડિરેક્ટ કરી હતી. જ્યારે બેબી જૉન ફિલ્મમાં એટલી પ્રોડ્યૂસર છે. આ ફિલ્મની વાર્તા એટલીએ જ લખેલી છે. જ્યારે હિન્દી ફિલ્મને કેલિસ ડાયરેક્ટ કરી રહ્યા છે.