અંબાણી પરિવારના મહેમાન બન્યા અભિનેતા વરુણ ધવન: નવરાત્રિની ઉજવણીમાં લીધો ભાગ

નવરાત્રી ઉત્સવની ઉજવણી માટે વરુણ ધવન સહિત બોલિવુડ સ્ટાર્સ જામનગર ખાતે પહોંચ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 08:00 AM (IST)Updated: Mon, 12 Oct 2026 08:00 AM (IST)
varun-dhawan-jamnagar-visit-anant-ambani-birthday-celebration-vantara

Jamnagar News: જામનગર જિલ્લામાં નવરાત્રી પ્રસંગે અંબાણી પરિવારના મહેમાન બનવા માટે બોલિવુડ અને સંગીત જગતની જાણીતી હસ્તીઓ-સેલિબ્રિટીઓ જામનગર ઉતરી આવી છે. જ્યારે અંબાણી પરિવારના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વરુણ ધવન આવ્યા જામનગર

નવરાત્રિમાં ભાગ લેવા માટે અંબાણી પરિવારના મહેમાન બનવા માટે 11 ઓક્ટોબરે બોલિવુડ સ્ટાર વરુણ ધવન ખાસ વિમાન મારફતે મુંબઈથી જામનગર ખાતે આવ્યા હતા. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સ્ટાઈલિશ લુકમાં ચાહકોનું ધ્યાન ખેંચ્યુ હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કારમાં રિલાયન્સ ગ્રીન ખાતે જવા રવાના થયા હતા.

બોલિવુડ સ્ટારનો જમાવડો

બોલિવુડ હસ્તીઓ સિવાય ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. અંબાણી પરિવારના આ આંગણે યોજાતા ઉત્સવોને કારણે સ્થાનિક લોકોમાં પણ પોતાના ફેવરિટ સ્ટાર્સની એક ઝલક મેળવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.