રાજકોટમાં બાળકોના જીવ જોખમમાં મૂકતી 'ઈન્જેક્શનવાળી પેપ્સી' અને એક્સપાયરી ડેટ વાળી ચેકલેટનો જંગી જથ્થો જપ્ત

નિલેશ પોપટે 6 મહિના પહેલા જ હોલસેલનો બિઝનેશ શરૂ કર્યો હતો. જ્યાંથી એક્સપાયરી ડેટ વાળો જથ્થો રાજકટની આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાના વેપારીઓ અને કરિયાણાની દુકાનમાં સપ્લાય થતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Jun 2026 06:13 PM (IST)Updated: Tue, 02 Jun 2026 06:13 PM (IST)
rajkot-news-huge-quantity-of-pepsi-with-injectionand-expired-chocolates-seized
HIGHLIGHTS
  • લાતિ પ્લોટ સ્થિત ડાયમંડ હોલસેલ સ્ટોરમાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા
  • 1 થી 4 મહિના જૂની વેફર, બિસ્કિટ, પેપ્સી અને ચોકલેટ મળી આવ્યા

Rajkot: જો તમે તમારા માસૂમ બાળકોને રાજી કરવા માટે બજારમાંથી ચોકલેટ, વેફર, બિસ્કિટ કે પેપ્સી અપાવો છો, તો સાવધાન થઈ જજો! ખરીદતા પહેલાં એકવાર એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરી લેજો. રાજકોટ શહેરમાં બાળકોના જીવ જોખમમાં મૂકતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે.

રાજકોટના કુવાડવા રોડ પર લાતિ પ્લોટ વિસ્તારમાં આવેલા એક હોલસેલ ગોડાઉનમાંથી પ્રતિબંધિત અને અત્યંત જોખમી એવી ‘ઇન્જેક્શનવાળી પેપ્સી’ તેમજ મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળો અખાદ્ય જથ્થો મળી આવતા સનસનાટી મચી ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આશરે 200 કિલો જેટલો અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કર્યો છે.

ડાયમંડ સ્ટોર નામની પેઢીમાં ફૂટ વિભાગના દરોડા

રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર કે. જી. સરવૈયાએ જણાવ્યું કે, કુવાડવા રોડ પર લાતિ પ્લોટની સદગુરુ શેરી નંબર 4માં ‘ડાયમંડ સ્ટોર’ નામની પેઢી આવેલી છે. આ પેઢીના ગોડાઉનમાં બાળકો માટેની ચોકલેટ અને અન્ય આકર્ષક ખાણી-પીણીની વસ્તુઓનું હોલસેલ વેચાણ થાય છે.

તપાસ દરમિયાન અહીંથી 1 મહિનાથી લઈને 4 મહિના જૂનો (એક્સપાયરી ડેટ વાળો) 200 કિલોથી વધુનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં વેફર, બિસ્કિટ, સોફ્ટ ચોકલેટ અને પેપ્સી સામેલ છે.

naidunia_image

અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, બાળકોને રમકડાં પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. તેનો ગેરફાયદો ઉઠાવીને આ વેપારી પ્લાસ્ટિકના ઇન્જેક્શનમાં પેપ્સી ભરીને વેચતો હતો. આ ઇન્જેક્શનવાળી પેપ્સી પણ એક્સપાયરી ડેટવાળી હતી, જે બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. ફૂડ વિભાગે આ તમામ ચીજોના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે અને બાકીના જથ્થાનો નાશ કર્યો છે.

આ ગોડાઉનના માલિકનું નામ નિલેશભાઈ પોપટ છે, જેમણે આશરે છ મહિના પહેલાં જ આ જગ્યાએ ગોડાઉન શરૂ કર્યું હતું. તેઓ હોલસેલનો બિઝનેસ કરતા હોવાથી આ એક્સપાયરી ડેટવાળો જોખમી સામાન રાજકોટની આસપાસના અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોના નાના વેપારીઓ અને કરિયાણાની દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો હતો.

naidunia_image