Rajkot: સરધાર ગામે યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું, માતાએ દરવાજો ખોલતા પુત્રીનો મૃતદેહ લટકતો હતો

બે ભાઈઓઓની લાડકી બહેને અંતિમ પગલું ભરતા પરિવારમાં ગમગીની

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 05:09 PM (IST)Updated: Tue, 01 Oct 2024 05:09 PM (IST)
rajkot-news-girl-commit-suicide-by-hang-her-self-at-sardhar

Rajkot: રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી બે ભાઇની એક બહેન એવી 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ તાલુકાના સરધાર ગામે રહેતી અંજુ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.23) નામની યુવતીએ આજે વહેલી સવારે પોતાન ઘરે રૂમમાં ગળેફાંસો ખાઇ લીધો હતો.

સવારે માતા પુત્રીને ઉઠાડવા ગયા અને રૂમનો દરવાજો ખોલતા મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અંજુ બે ભાઇઓ વચ્ચે એકની એક બહેન હતી અને તે અપરિણીત હતી. ઘરકામ કરતી અંજુઓ અંતિમ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.