Gujarat Weather Live: વડોદરા-સુરત સહિત 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

12 સપ્ટેમ્બર 2026ના રોજ આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sat, 12 Sep 2026 06:00 AM (IST)Updated: Sat, 12 Sep 2026 06:00 AM (IST)
gujarat-weather-forecast-live-updates-12-september-2026-imd-alert-heavy-rain-in-10-districts-today-including-vadodara-and-surat

Gujarat Weather Forecast Live Updates (12 September 2026) | આજનું હવામાન વરસાદ: ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. ગઇકાલે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની હાજરી જોવા મળી ન હતી. જોકે આજે રાજ્યમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે વડોદરા, સુરત સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ થઇ શકે છે. તેમજ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની પણ શક્યતા છે. 16 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર ઘટી જશે.

આજે 12 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી

12 સપ્ટેમ્બર 2026ના રોજ આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

13થી 15 સપ્ટેમ્બર ભારે વરસાદની શક્યતા

13 સપ્ટેમ્બર 2026ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 14 સપ્ટેમ્બર 2026ના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અતિભારે જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, સુરત, તાપી, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, સાબરકાંઠા, પંચમહાલ સહિત સમગ્ર રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

18થી 21 સપ્ટેમ્બર વરસાદની શક્યતા નહીંવત

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા લગભગ નહીંવત જેવી છે. સુરત, નવસારી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા ઓછી છે. રાજ્યમાં જ્યાં વરસાદ પડશે ત્યાં હળવા વરસાદી ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસાદની સંભાવના છે.

રાજ્યમાં કેવું રહેશે તાપમાન

નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગના વિવિધ મોડલ્સ અનુસાર, 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો થોડો નીચો રહી શકે છે. જોકે 16 સપ્ટેમ્બરથી ફરી ગરમી અને બફારાનું પ્રમાણ વધી શકે છે. 16થી 21 સપ્ટેમ્બર 30થી 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 24થી 27 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

Ahmedabad Weather: અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અમદાવાદમાં ભારે પવન ફૂંકાઇ શકે છે. વીજળીના કડાકા-ભકાડા સાથે છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Rajkot Weather: રાજકોટમાં આજે કેવું રહેશે હવામાન

રાજકોટના આજના હવામાનની વાત કરીએ તો આજે રાજકોટમાં ભારે વરસાદની કોઇ ચેતાવણી નથી. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે.

Surat Weather: સુરતમાં આજે કેવું રહેશે હવામાન

સુરતના આજના હવામાનની વાત કરીએ તો આજે સુરતમાં પવન સાથે ભારે વરસાદ થઇ શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહી શકે છે.

Vadodara Weather: વડોદરામાં આજે કેવું રહેશે હવામાન

વડોદરાના આજના હવામાનની વાત કરીએ તો આજે વડોદરામાં ભારે પવન ફૂંકાઇ શકે છે. જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે. શહેરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.