Rajkot: રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા વૃદ્ધ વિરુદ્ધ તેમની પુત્રવધુએ જાતીય સતામણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે વૃદ્ધને માઠુ લાગી આવતા તેણે એસિડ અને હાર્પિક મિક્સ કરીને પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ઝેરની અસર થતાં વૃદ્ધને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભગવતીપરા વિસ્તારમાં રહેતા અલીઅસગરભાઈ ઈબ્રાહીમભાઈ આફ્રિકાવાળા (68) નામના વૃદ્ધે રાતે સાડા 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસિડ અને હાર્પિક ગટગટાવ્યું હતુ. જેના કારણે ઝેરની અસર થતાં અલીઅસગરભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં અલીઅસગરભાઈનો પુત્ર હુસૈન અને પુત્રવધુ બતુલબેન આફ્રિકા હતા, ત્યારે બન્ને ઉપર પોલીસ કેસ થયો હતો. જેથી બન્નેને આફ્રિકાની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જ્યાંથી છૂટીને બતુલબેન ભારત પરત આવ્યા હતા. જ્યાં તેમણે દીયર અને સસરાએ પોતાની જાતિય સતામણી કરી હોવાની તેમજ પતિ સહિતના સાસરિયા પોતાને ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
પુત્રવધુના આવા આરોપથી માઠુ લાગી આવતા અલીઅસગરભાઈએ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ બનાવ બાબતે બી ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરમાં લફરેબાજ પતિના ત્રાસથી સગર્ભા પત્નીએ 10માં માળેથી પડતું મૂક્યું
ગત મંગળવારના જ હિંમતનગર સિવિલ સંકુલમાં સગર્ભાએ 10મા માળેથી પડતુ મૂકીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મહેતાપુરામાં રહેતી મૃતકની બહેને તેના પતિ, સાસુ-સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિના અન્ય સ્ત્રી સાથે સબંધો હોવાના તેમજ દિયર અને સાસુ-સસરા સતત મ્હેણા ટોણા મારીને ત્રાસ આપતા શર્મિષ્ઠાબેન પરમારે 7 માસનો ગર્ભ હોવા છતાં 10 માળના ટાવર પરથી પડતું મૂકીને મોત માંગ્યું હોવાનું જણાવ્યું છે.
