Rajkot: એરલાઈન્સ કંપનીઓએ માનવતા નેવે મૂકી, ઈન્ડિગોની સેવા ખોરવાઈ જતાં ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવવા માંડી

હવાઈ સેવા ખોરવાઈ જતાં લોકો રેલવે તરફ વળ્યા. રાજકોટથી ઉપડતી મુંબઈ, દિલ્હી, પૂના, કોલકાતા અને હૈદરાબાદ સહિતની દૈનિક ટ્રે્નો હાઉસફૂલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Dec 2025 04:57 PM (IST)Updated: Fri, 05 Dec 2025 04:57 PM (IST)
rajkot-news-due-to-loss-of-indigo-service-other-airlines-increased-fares
HIGHLIGHTS
  • રાજકોટની ઇન્ડિગો એરલાઇનની રવિવાર સુધીની તમામ ફલાઈટો રદ
  • ગુજરાતથી અન્ય શહેરોના ભાડા પાંચ પાંચ ગણા વધારી દીધા

Rajkot: રાજકોટ સહીત દેશભરમાં ઇન્ડિગો એરલાઇનની સેવા ખોરવાઇ જતા રાજકોટ- અમદાવાદ- સુરત- વડોદરા સહિતના ગુજરાતના શહેરોમાંથી દેશના વિવિધ શહેરોમાન આવન- જાવન કરતી અન્ય એરલાઇન કંપનીઓએ ગ્રાહકોની મજબૂરીનો લાભ લેવા માનવતા નેવે મૂકી દીધી છે અને વિમાની ભાડામાં ઉઘાડી લુંટ શરૂ કરી છે.

રાજકોટથી મુંબઇ- દિલ્હીના તેમજ અમદાવાદ- સુરત- વડોદરાથી દેશના અન્ય શહેરોમાં વિમાની ભાડાઓમાં પાંચથી સાત ગણો વધારો ઝીંકી એર ઇન્ડીયા, સ્પાઇસ જેટ, અકાશા સહીતની ખાનગી વિમાની કંપનીઓએ મુસાફરોને લુંટવાનું શરૂ કરી દીધું છે.

રાજકોટથી દિલ્હી-મુંબઇ વચ્ચે દરરોજ ઇન્ડિગોની સાત ફલાઇટ ચાલે છે. આ તમામ ફલાઇટ રવિવાર સુધી રદ કરી નાખવામાં આવતા એર ઇન્ડીયાએ ભાડા પાંચ ગણા વધારી દીધા છે.

ગઇકાલે સાંજે રાજકોટ- દિલ્હીનું ભાડુ 7 થી 8 હજારની જગ્યાએ 37 હજારે પહોંચી ગયું હતું. જયારે આજે પણ રાજકોટ- મુંબઇ વચ્ચે રૂા.6000ના ભાડાના બદલે રૂા.18 હજાર વસુલવામાં આવી રહ્યા છે.

naidunia_image

રાજકોટ- દિલ્હીની સવારે 9.50ની ફલાઇટનું ભાડુ 23405 હતું તો સવારે 10.10 વાગ્યાની ફલાઇટનું ભાડુ 35344 રૂપીયા તોડવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રાજકોટ- દિલ્હીનું ભાડુ રૂા.7311 છે તેના બદલે પાંચ ગણા વધારી દેવાયા છે. આવી જ રીતે અમદાવાદ-સુરત- વડોદરાથી આવતી-જતી ફલાઇટોના ભાડા પણ આડેધડ વસુલવામાં આવી રહ્યા છે.

naidunia_image

રાજકોટથી ઉપડતી સાપ્તાહિક અને દૈનિક ટ્રેનો હાઉસ ફૂલ
ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપનીમાંની એક, ઇન્ડિગોએ આજે દેશભરમાં 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સને 7 ડીસેમ્બર સુધી રદ કરી છે. એરલાઇને જણાવ્યું હતું કે, ક્રૂ સભ્યોની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને એરપોર્ટ પર મુસાફરોની ભીડ સહિતના વિવિધ કારણોસર ઇન્ડિગોને ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

દેશભરમાં ફ્લાઈટ એકાએક રદ થવાને કારણે હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી, બીજી તરફ ફ્લાઈટો રદ થતા અન્ય એરલાઇન્સ કંપનીએ માનવતા નેવે મૂકી ભાડામાં ઉઘાડી લૂંટ ચલાવી ભાડામાં પાંચ ગણો વધારો કરી દીધો હતો. હવાઈ સેવા ખોરવાઈ જતા લોકોએ રેલ્વે માર્ગે મુસાફરી કરી હોય જેને કારણે રેલ્વેની ટ્રેનોમાં પણ મુસાફરોની ભીડ વધી જતા મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

રાજકોટથી ઉપડતી મુંબઈ,દિલ્હી,પુના,કોલકતા અને હૈદરાબાદ સહિતની ટ્રેનોમાં એકા એક નો-રૂમના મેસેજ આવી ગયા છે. રાજકોટથી ઉપડતી સાપ્તાહિક અને દૈનિક ટ્રેનોમાં સ્લીપર ક્લાસ, થ્રી ટાયર અને સેકન્ડ એસી કોચમાં વેઇટિંગ જોવા મળ્યું રહ્યું છે.