Rajkot: રાજકોટના શાપર (વે) નજીકના પારડી સ્થિત વીજ તંત્રની કચેરીમાં અધિકારીઓ, કર્મચારીઓએ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું હતું. આ સમયે સરકારી કચેરીઓમાં ધાર્મિક કાર્યક્રમોનો અગાઉ વિરોધ કરી ચૂકેલા જાથાના જયંત પંડયાએ તેમની ટીમ મોકલી કથા બંધ કરાવતા કર્મકાંડી ભૂદેવોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે પણ ભૂદેવોનો આક્રોશ યથાવત જોવા મળ્યો હતો.
આજે શહેરની ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદી, શાસ્ત્રી ગોપાલ જાનીની આગેવાની હેઠળ કર્મકાંડી ભૂદેવો જયંત પંડ્યાના નિવાસ સ્થાને પહોંચ્યાહતા. જ્યાં ગંગાજળ છાંટીને જગ્યાને પવિત્ર કરી હતી. આ સાથે જ જયંત પંડ્યાને સદ્દબુદ્ધિ આપવા માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.
Morbi: ફટાકડા ફોડવા બાબતના ડખ્ખામાં પત્નીની ઘાતકી હત્યા, પતિએ માથામાં લાકડાનો ફટકો મારીને પતાવી દીધી
વધુમાં તેજસ ત્રિવેદીએ જણાવ્યું કે, આવતીકાલે પણ જયંત પંડ્યાના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં ભૂદેવો એકત્ર થઈને પારડીમાં અધૂરી રહેલી સત્યનારાયણ ભગવાનની કથાના અધ્યાય આખા દિવસમાં ગમે ત્યારે પૂરા કરશે.
અગાઉ જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 33 વર્ષમાં 4 ચાર વખત મારા ઉપર માત્ર ને માત્ર અમુક બ્રહ્મસમાજના આગેવાનો પ્રેરિત હુમલા થયા હતા.
