રાજકોટમાં ગાંધી જયંતિએ No UPI Day ઉજવવાનું એલાન, વેપારી સંગઠનોની રોકડમાં જ વ્યવહાર કરવા અપીલ

રાજકોટના વેપારી સંગઠનોએ ગાંધી જયંતિ, 2 ઓક્ટોબરે 'નો UPI ડે' ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસે UPI પેમેન્ટ પર લાદવામાં આવેલા MDR ચાર્જના વિરોધમાં રોકડ વ્યવહાર કરવા અપીલ કરાઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 24 Sep 2026 04:33 PM (IST)Updated: Thu, 24 Sep 2026 04:33 PM (IST)
rajkot-merchants-announce-no-upi-day-on-gandhi-jayanti-urge-cash-transactions

Rajkot No UPI Day: આગામી તા.2 ઓકટોબરને ગાંધી જયંતિના દિવસે દેશભરમાં વેપારીઓ દ્વારા No UPI Day ઉજવવાની જાહેરાત કરી છે. તેને રાજકોટના વિવિધ વેપારી સંગઠનોએ ટેકો જાહેર કરી તા.2 ઓકટોબરે No UPI Day ઉજવવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા UPI પેમેન્ટ ઉપર લાદવામાં આવેલા MDRના વિરોધમાં વેપારીઓએ ગાંધીજયંતિના દિવસથી લડત શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસો. દ્વારા બીજી ઓકટોબરે No UPI Dayનું એલાન આપવામાં આવ્યુ છે. આ દિવસે શહેરના નાના-મોટા તમામ વેપારીઓને UPIનો ઉપયોગ કરવાના બદલે રોકડ વ્યવહાર જ કરવા અપીલ કરવામાં આવી છે.

વેપારીઓનુ કહેવુ છે કે, રાજકોટમાં લારી-ગલ્લા-પાથરણાવાળાથી માંડી હોલસેલ વેપાર કરતા 80 ટકા વેપારીઓ દ્વારા UPIથી જ વ્યવહારો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક જાહેર કરવામાં આવેલા ચાર્જના કારણે વેપારીઓમાં ભારે મુંઝવણ અને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

UPIના વ્યવાહારો ઉપર ચાર્જ લાદવાનો દેશભરના વેપારીઓમાં વિરોધ ઉઠી રહ્યો છે અને ધીરે-ધીરે આ વિરોધ હવે આંદોલનનું સ્વરૂપ પકડી રહ્યો છે. આગામી તા.15 ઓકટોબરથી નવા ચાર્જ અમલમાં આવે તે પહેલા આંદોલનના મંડાણ થઇ ગયા છે.