Rajkot Ladoo Eating Competition: રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ આયોજિત સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં (Rajkot Ganeshotsav) દરોજ અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. આ સમગ્ર આયોજન દરમિયાન આકર્ષકનું મુખ્ય કેન્દ્ર લાડુ સ્પર્ધા હોય છે. આ વખતે મહિલા અને પુરુષની લાડુ સ્પર્ધાની સાથે ખાસ મહિલાઓ માટે પાણીપુરી સ્પર્ધાનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ.
ગઇકાલે સાંજે યોજાયેલી લાડુ સ્પર્ધામાં કાઇને માનવામા પણ ન આવે એવી ક્ષણ જોવા મળી હતા. માત્ર 50 વર્ષનું વજન ધરાવતા એક દાદા એકપછી એક 17 લાડુ ઝાપટી વિજેતા બન્યા હતા. જ્યારે બહેનોના વિભાગમાં એક માતા-પુત્રી બન્ને 11-11 લાડુ ઓહ્યા કરીને સયુંક્ત રીતે પ્રથમ વિજેતા બન્યા હતા. તો બીજી તરફ બહેનોની હરીફાઈમાં માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી આરોગી નેહાબેન વિજેતા બન્યા હતા.
આ પણ વાંચો
રેસકોર્સ મેદાન ખાતે શહેર ભાજપ દ્વારા આયોજિત સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવ છેલ્લા 17 વર્ષથી એટલે કે 2008થી યોજાઈ રહ્યો છે. આ વખતે ઓપન સૌરાષ્ટ્ર પાણીપુરી અને લાડુ જમણ સ્પર્ધા યોજાઇ હતી. ભક્તિની સાથે સ્વાદનો તડકો લગાવતી લાડુની આ સ્પર્ધામાં 50 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનો નિયમ પણ રસપ્રદ હતો.
પહેલી 5 મિનિટમાં ભાઈઓએ ફરજિયાત 5 લાડુ અને બહેનોએ ફરજિયાત 3 લાડુ ખાવા પડે, ત્યારબાદ બીજો રાઉન્ડ 20 મિનિટનો હોય છે, જેમાં અનલિમિટેડ લાડુ ખાવાના હોય છે. દરેક લાડુનું વજન 100 ગ્રામ અને શુદ્ધ ઘીના બનેલા હોય છે. લાડુ સ્પર્ધામાં પુરુષ વિભાગમાં 50 કિલો વજન ધરાવતા સરપદળ ગામના 70 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા 17 લાડવા આરોગી ભાઈઓમાં પ્રથમ રહ્યા હતા.
બહેનોની સ્પર્ધામાં સાવિત્રીબેન અને તેમની પુત્રી કોમલ બન્ને 11-11 લાડુ ખાઈને સયુંક્ત રીતે પ્રથમ વિજેતા બન્યા હતા. જ્યારે પાણીપુરીની સ્પર્ધામાં નેહાબેને માત્ર 3 જ મિનિટમાં તીખી તમતમતી 56 પાણીપુરી સફાચટ કરી ગયા હતા.
17 લાડુ ઝાપટી ગયા પછી પણ દાદા બોલ્યા, હજુ પણ તાસણી ભરીને દાળભાત હોય તો સફાચટ્ટ કરી જાઉ!
સરપદળ ગામના 70 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા, જેમનું વજન માત્ર 50 કિલો છે, તેમણે 30 મિનિટમાં 100 ગ્રામ વજનના 17 લાડવા ઝાપટીને ભાઈઓના વિભાગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. 70 વર્ષની ઉંમરે જ્યાં લોકો એક લાડુ ખાવાનું પણ ટાળે છે, ત્યાં ગોવિંદભાઈએ 17 લાડુ એટલે કે 1.7 કિલો લાડુ ખાઈને યુવાનોને પણ પાછળ છોડી દીધા.
તેમણે કહ્યું કે ગણપતિ બાપા પરની શ્રદ્ધા જ તેમની તાકાત છે. 17 લાડુ ખાધા પછી પણ દાદા ગોવિંદભાઇએ કહ્યુ હતુ કે, હજુ પણ તાસણી ભરીને દાળભાત હોય તો લાવો, એ પણ સફાચટ્ટ કરી જઇશ!
બહેનોની લાડુ સ્પર્ધામાં સાવિત્રીબેન છેલ્લા 6 વર્ષથી થાય છે વિજેતા, 17 લાડુનો છે તેમનો રેકોર્ડ
લાડુ સ્પર્ધાના વિજેતા 44 વર્ષીય સાવિત્રીબેન યાદવ અને તેમની 23 વર્ષીય પુત્રી કોમલબેન બંને 11-11 લાડવા ખાઈ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા. સાવિત્રીબેન આ સ્પર્ધામાં કોઈ નવા નથી. છેલ્લા 6 વર્ષથી તેઓ સતત વિજેતા બનતા આવ્યા છે અને તેમનો પોતાનો રેકોર્ડ 17 લાડવાનો છે.
તેમણે કહ્યું, ગણપતિ બાપાના આશીર્વાદ અને શુદ્ધ ઘીના લાડુનો આ ચમત્કાર છે. અહીં દાળ અને પાણીની ઉત્તમ વ્યવસ્થા છે એટલે શરીરમાં કોઈ તકલીફ થતી નથી. આ વખતે મારી દીકરી પણ મારી સાથે ચેમ્પિયન બની એનો સૌથી વધુ આનંદ છે.
