રાજકોટમાં ડબલ મર્ડરઃ આટકોટના જંગવડમાં પતિ-પત્નીની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા

મૃતકના ભાઇ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, તેમના સગા મોટા બાપુનો પુત્ર અશોક ધોડકિયા નશાની હાલતમાં આવ્યો હતો. તેણે બોથડ પદાર્થ વડે પ્રકાશ ધોડકિયા પર અને ત્યારબાદ તેમની પત્ની વિલાસબેન પર એક પછી એક ઘા ઝીંક્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 20 Nov 2026 12:06 PM (IST)Updated: Fri, 20 Nov 2026 12:08 PM (IST)
rajkot-double-murder-husband-and-wife-bludgeoned-to-death-in-atkot

Rajkot Double Murder: રાજકોટ જિલ્લામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જિલ્લાના આટકોટ તાલુકાના જંગવડમાં પતિ અને પત્નીની બોથડ પદાર્થના ઘા ઝંકી હત્યા કરવામાં આવી છે. હત્યાના બનાવથી સમગ્ર પથંકમાં ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી છે. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં મૃતકના સગા મોટા બાપુના પુત્રનું નામ સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બોથડ પદાર્થની હુમલો કરી હત્યા નીપજાવી

મૃતક પ્રકાશ ધોડકિયા પત્ની વિલાસબેન સાથે જંગવડમાં રહેતા હતા. મૃતકના ભાઇ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, તેમના સગા મોટા બાપુનો પુત્ર અશોક ધોડકિયા નશાની હાલતમાં આવ્યો હતો. તેણે બોથડ પદાર્થ વડે પ્રકાશ ધોડકિયા પર અને ત્યારબાદ તેમની પત્ની વિલાસબેન પર એક પછી એક ઘા ઝીંક્યા હતા. બોથડ પદાર્થના ઘા જીવેલણ સાબિત થતાં પતિ-પત્નીના મોત નીપજ્યાં હતા.

કોઇ મનદુઃખ કે બોલાચાલી થઇ ન હતી

મૃતકના ભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, અશોક ધોડકિયા સાથે કોઇપણ પ્રકારનું મનદુઃખ અગાઉ ન હતું અને કોઇ બોલાચાલી પણ થઇ ન હતી. પરિવાર વચ્ચે કોઇ મોટો વિવાદ પણ અગાઉ થયો ન હતો. પ્રકાશ ધોડકિયા અને વિલાસબેનની હત્યા અંગે પોલીસને જાણ કરવામાં આવી પોલીસ પહોંચી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સગા સંબંધીઓ વચ્ચે બનેલી આ લોહિયાળ ઘટનાથી જંગવડ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે. એક જ પરિવારનાં બે સભ્યોની હત્યાની આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ સામે આવશે.