'અમારો આશરો છીનવાઈ જશે..!' જંગલેશ્વરમાં ડિમોલિશનના ટેન્શનમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, ઉંદર મારવાના ઝેરી ટીકડા ખાઈ લીધા

રાજકોટ મનપા સોમવારે સવારે આજી નદીના કાંઠે જંગલેશ્વર વિસ્તારમાં 1492 ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Feb 2026 05:20 PM (IST)Updated: Fri, 20 Feb 2026 05:20 PM (IST)
rajkot-demolition-tension-youth-attempts-suicide-in-jangleshwar-ahead-of-mega-drive
HIGHLIGHTS
  • યુવકને ઝેરની અસર થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

Rajkot: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના મકાનનું ડિમોલિશન થવાનું હોવાથી ટેન્શનમાં આવી ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.

જંગલેશ્વરમાં આવેલી રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ચિરાગ કિશોરભાઈ જોગવાલી નામના 30 વર્ષના યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘર પાસે ઉંદર મારવાની ઝેરી ટીકડી ખાઈ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

VIDEO: જૂનાગઢનો 2300 વર્ષ જૂનો ઉપરકોટ કિલ્લો નવા કલેવર સાથે સજ્જ, ભવ્ય ઇતિહાસ અને કુદરતી સૌદર્યનો સંગમ માણવા સહેલાણીઓ ઉમટ્યા

ચિરાગ બે ભાઈ અને બે બહેનમાં મોટો છે તેમને સંતાનમાં બે દીકરા છે.સારવારમાં રહેલા ચિરાગે જણાવ્યું હતું કે,તેમનો આશરો છીનવાઈ જશે અને તે હવે ક્યાં રહેવા જશે કોની પાસે મદદ માંગશે તેવા વિચારો આવતા તેમણે કંટાળી આ પગલું ભરી લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.

આ ડિમોલિશનને સત્તાવાર મહોર મારી દેવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે, 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બલડોઝર કેરવી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે.