Rajkot: જંગલેશ્વરમાં ડિમોલિશન દરમિયાન ઝૂંપડપટ્ટી નહીં, પરંતુ રૂ. 30 લાખના 250થી વધુ બંગલાઓની આખી કોલોની નીકળી

ડિમોલિશન બાદ ભંગાર વીણવા વાળાનો ભારે ધસારો, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, બહારની વ્યક્તિની પ્રવેશબંધી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Feb 2026 07:21 PM (IST)Updated: Wed, 25 Feb 2026 07:21 PM (IST)
rajkot-demolition-shock-not-slums-but-250-bungalows-worth-rs-30-lakh-each-found-in-jangleshwar
HIGHLIGHTS
  • મકાનોની કિંમત અંકાતા પાંચ લાખથી વધુની કિંમતના 750 ઘર મળ્યા

Rajkot: મહાનગરપાલિકા દ્વારા સોમવારથી જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે ગઇકાલે રાત્રે પૂર્ણ થતા આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પત્રકારો પરિષદ સંબોધી હતી.

જેમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, જંગલેશ્વર અને નદીકાંઠાની ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી રહી છે. તેવી કાગારોળ મચેલી, પરંતુ ડિમોલિશન દરમ્યાન અમને આશ્ચર્યજનક જોવા મળ્યુ હતુ.

1504 મકાનો તોડવામાં આવ્યા જેમાં 750થી વધુ મકાન પાંચ લાખથી વધુ કિંમતના અને 250થી વધુ મકાન 30 લાખથી વધુ કિંમતના બગલાઓ હતા. આવી જ રીતે 50 થી 100 વારના અને 200 વારથી વધુ જગ્યામાં બનેલા આધુનિક સુવિધા સભર મકાનો જેની કિંમત કરોડો રૂપિયા થવા જાય છે. તેનુ ડિમોલિશન કરવામાં આવ્યુ મોટાભાગના લોકો પૈસાદાર હોવાનું પણ જોવા મળ્યુ હતું.

Gandhinagar: ગુજરાતમાં 1800 ગૌવંશને કતલખાને જતાં બચાવીને 433 વાહનો જપ્ત કરાયા, 339 વાહનોની હરાજી કરાઈ

મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવેલ કે, 50થી લઇ 200 વાર સુધીના મકાનો ડિમોલિશન દરમ્યાન જોવા મળ્યા હતા. એક પણ મકાન કાચા ન હતા પરંતુ અમૂક મકાનો પાકા હતા, જેની ઉપર છતના બદલે પતરા નાખવામાં આવ્યા હતા. આમ છતા કોર્પોરેશને અગાઉ અસગ્રસ્તોને સમય આપી ડિમોલિશનમાં આવતા તમામ મકાનોને ખાલી કરાવી નાખ્યા હતા.

પ્રથમ વખત મનપાએ તમામ ખાલી મિલકતોનું ડિમોલિશન કર્યુ હતુ. જેના લીધે લોકોના જાનમાલને કોઇ જાતની નુકસાની થઇ ન હતી. મહાનગરપાલિકાનો સ્ટાફ તથા પોલીસ બંદોબસ્ત અને આધુનિક સાધન સામગ્રીના કારણે ડિમોલિશનની કામગીરી સરળતાથી પૂર્ણ થઇ શકી હતી. જે બદલ તમામનો આભાર માનુ છું

મ્યુનિ.કમિશનરે વધુમાં જણાવેલ કે, જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી આ દબાણો થઇ ગયા છે, પરંતુ આ વિસ્તારમાં જવા માટેનો રસ્તો ન હોવાથી તેમજ સાકડી શેરીઓના કારણે ટીપી વિભાગના સ્ટાફને નોટિસ આપવા માટે પણ ડર લાગતો હતો.

અગાઉ પણ આ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરવા માટેની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ અનેક પરીબળોના કારણે કામ અટકી ગયેલ જે ગઇકાલે પૂર્ણ કરવામાં આવ્યુ હતું.

એકજ સરખા 250 ઓરડાઓએ ધ્યાન ખેંચ્યું : મ્યુનિ.કમિશનર
જંગલેશ્વર ડિમોલિશન દરમ્યાન તંત્રને અનેક પ્રકારની આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળી હતી. આ મદ્દે મ્યુનિ.કમિશનરે જણાવેલ કે, લાખો રૂપિયાના મકાનો અને કરોડો રૂપિયાના બંગલાઓ જોયા બાદ અનેક સ્થળે 250થી વધુ એક સરખી ઓરડીઓ જેમાં એક સરખી માપસાઇઝ અને એક સરખા દરવાજા અને એક સાથે 30-50ની હરોળમાં જોવા મળી હતી.

250થી વધુ આ પ્રકારની ઓરડીઓ એક સરખી કેમ છે. તેની તપાસ કરતા સ્થાનિકોએ જણાવેલ કે, માથાભારે અને અસામાજીક તત્વો દ્વારા આ ઓરડીઓ બનાવી પરપ્રાંતિય અને ગરીબ પરિવારોને ભાડેથી આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા હતા. જે ગઇકાલે બંધ થયા હતા.

350 કરોડ રૂપિયાની જગ્યા ખુલી કરાવાઇ
જંગલેશ્વરમાં ડિમોલીશનની કામગીરી પૂર્ણ કર્યા બાદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, ટીપી રોડ અને નદીકાંઠા વિસ્તારમાં આવેલા 1489થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. ટીપી રોડ ઉપર 497 બાંધકામોનું ડિમોલિશન થતા 33750 ચોરસ મીટર જગ્યા ખુલી થઇ છે.

જયારે આજીનદી કાંઠામાં પથરાયેલા 992 ગેરકાયદેસર બાંધકામો તોડી પડતા 55000 ચોરસ મીટર જગ્યા ખુલી છે. બંન્ને સ્થળના ડિમોલીશનથી 88750 ચોરસ મીટર જગ્યા ખુલી કરવામાં આવી છે. જેની બજાર કિંમત રૂા.350 કરોડ રૂપિયાથી વધુ થવા જાય છે.

33264 કલાકમાં કામ પાર પડાયું
જંગલેશ્વરમાં બે દિવસ ડિમોલીશન કરી 1489થી વધુ મિલકતો તોડી પાડવામાં આવી છે. મુદ્દે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવેલ કે, સોમવારે સવારે 7.30થી સાંજના 7 સુધીમા 1119 મકાનો તેમજ બીજા દિવસે સવાર 7.30 રાત્રી સુધીમાં 378 થી વધુ દબાણો દુર કરવામાં આવ્યા હતા.

આ કામગીરી દરમ્યાન 1512 મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ જેસીબી, ટ્રેક્ટર સહિતના 261 વાહનો સહિતનો સામાન દ્વારા ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરતા 33264 કલાકનો સમય લાગ્યો હતો અને હવે કાટમાળ હટાવવાની તેમજ સફાઇ તેમજ રોડ બનાવવા અને દિવાલ ચણવા સહિતની કાર્યવાહી આગામી દિવસોમાં હાથ ધરાશે.

જંગલેશ્વર વિસ્તારના દબાણમુકત ભાગ
ચોમાસા દરમ્યાન પુરનિયંત્રણ સરળતાથી થઇ શકશે. આ વિસ્તાર માં 15 મીટર ટી.પી. રોડ પરના 497 દબાણો દુર કરી અને ટી.પી.રોડ ખુલ્લો થતા એમ્બ્યુલન્સ, ફાયર સેવાઓ અને પોલીસ વાહનો સરળતાથી અવર જવર થઇ શકશે. આજીનદી અને ખોખડદડી બંને નદીઓ આ લોકેશન પર ભેગી થતી હોઈ પુર દરમ્યાન આ લોકેશન પર મદદ મળવી સૌથી મુશ્કેલ બની જાય છે.

દર વર્ષે ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી આજી ડેમ છલકાવાને કારણે કાંઠાના વિસ્તારો જેમકે જંગલેશ્વર, લલુડી વોકળી, રૂખડિયાપરા, એકતા કોલોની વગેરે વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા પડે છે. ભૂતકાળમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે રેસ્ક્યુ કરવા જનાર અધિકારીઓને પણ ગઉછઋની ટીમ દ્વારા બચાવવા પડ્યા છે. જે તે સમયે 2024 માં 1378 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે. જેમાંથી 370 રેસ્ક્યુ કરવામાં આવેલ હતા.