રાજકોટની ત્યક્તાને ફેસબુક ફ્રેન્ડશિપ ભારે પડીઃ અમદાવાદના શખ્સે લગ્નની લાલચ આપીને 8 વર્ષ સુધી શારીરિક શોષણ કરી તરછોડી

રાજકોટમાં પોતાના પતિથી અલગ રહેતી મહિલાને ફેસબુક મારફતે પરિચયમાં આવેલા યુવકે લગ્નની લાલચ આપીને 8 વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતુ. અમદાવાદના યુવકે રાજકોટ ઉપરાંત આબુ, દીવ અને ઉજ્જૈનની અલગ-અલગ હોટલોમાં લઈ જઈને શારીરિક સબંધો બાંધ્યા બાદ લગ્નનો ઈન્કાર કરી દેતા મામલો પોલીસ ચોપડે ચડ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Nov 2026 08:21 PM (IST)Updated: Sun, 22 Nov 2026 08:21 PM (IST)
rajkot-crime-news-ahmedabad-man-booked-for-exploiting-deserted-woman-for-8-years-after-befriending-on-facebook

Rajkot: શહેરા કોઠારિયા રોડ વિસ્તારમાં રહેતી એક મહિલા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના યુવકે મહિલાને લગ્નની લાલચ આપીને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ શરીર સબંધ બાંધ્યા બાદ ફરી ગયો હતો. આ મામલે પીડિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પીડિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, હાલ તે પોતાના પતિથી અલગ રહીને ઈમિટેશનનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. આજથી આઠેક વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે તે જીગ્નેશ બગથરીયા (રહે. નિકોલ, અમદાવાદ) સાથે સંપર્કમાં આવી હતી. જે બાદ બન્ને વચ્ચે વીડિયો કોલ અને મેસેજથી વાતચીત થતાં પ્રેમ પાંગર્યો હતો.

આજથી 6 વર્ષ પૂર્વે જીગ્નેશ રાજકોટ આવ્યો હતો, જ્યાં તેણે પીડિતાને મળવા બોલાવી હતી. જીગ્નેશને મળવા જતાં તે ભૂતખાના ચોક નજીકની એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે પીડિતાને હું તને પ્રેમ કરું છુ અને તારા સંતાનોને અપનાવી લઈશ, તેમ કહીને વિશ્વાસ કેળવી શરીર સબંધ બાંધ્યા હતા.

રાજકોટ, દીવ, આબુ અને ઉજ્જેનની હોટલોમાં લઈ જઈ હવસ સંતોષી

આરોપી જીગ્નેશ પીડિતાને દીવ, આબુ અને ઉજ્જેન ફરવા લઈ ગયો હતો, જ્યાં હોટલમાં રોકાયા બાદ દુષ્કર્મ આચર્યું હતુ. ચારેક વર્ષ પહેલા જિગ્નેશ રાજકોટ આવ્યો, ત્યારે બગથડા ગામે દર્શન કરવા લઈ ગયો હતો. જ્યાં દીવાની સાક્ષીમાં ચાર ફેરા ફરીને લગ્ન કર્યા હતા. જે બાદ જિગ્નેશે કહ્યું હતું કે, તારા પતિ સાથે છૂટાછેડા થઈ જાય, ત્યારે અપનાવી લઈશે. જે બાદ ગલ્લા-તલ્લા કરીને આખરે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. હાલ તો પીડિતાની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.