Diljit Dosanjh Viral Video: લોકપ્રિય પંજાબી ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh) હાલ પોતાની ઓરા ઈન્ડિયા ટૂર 2026 અંતર્ગત દેશના અલગ-અલગ શહેરોમાં મ્યૂઝીક કોન્સર્ટ કરી રહ્યો છે.
અગાઉ દિલ્હી અને ઈન્દોર બાદ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત કોન્સર્ટમાં દિલજીત દોસાંજે (Diljit Dosanjh Ahmedabad Concert) દમદાર પર્ફોમન્સ કર્યું હતુ. દિલજીતના ગીતો પર ફેન્સ રીતસરના ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પર આવેલી એક ફિમેલ ફેન્સે દિલજીતને કિસ કરી હતી. જ્યારે અન્ય એક ફેન્સને દિલજીતે મોટી સરપ્રાઈઝ આપી હતી.
આજીવન ફ્રી કોન્સર્ટ ટિકિટની ભેટ આપી
હકીકતમાં દિલજીત દોસાંજે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી કોન્સર્ટના કેટલાક વીડિયો શેર કર્યા છે.
જેમાં એક વીડિયોમાં દિલજીત ચાલુ કોન્સર્ટરમાં સ્ટેજ પર આવેલી ફિમેલ ફેન્સને જેવી સરપ્રાઈઝની જાહેરાત કરે છે, તે સાથે જ સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકો પણ ખુશીથી ઝૂમી ઉઠે છે. દિલજીતે પોતાની આ ફિમેલ ફેન્સને જિંદગીભર પોતાની કોન્સર્ટ માટે ફ્રી ટિકિટ આપવાનું વચન આપ્યું હતુ. જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
સતત સાત કોન્સર્ટમાં હાજર રહી દિલજીતની ફિમેલ ફેન્સ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરતી વખતે દિલજીત દોસાંજની નજર એક એવી ફેન પર પડી હતી, જે તેની ઓરા ટૂરની સાત કોન્સર્ટમાં હાજર રહી ચૂકી હતી. દિલજીતે ફિમેલ ફેન્સને સ્ટેજ પર બોલાવીને પૂછ્યું કે, આ વર્ષે તેમણે મારા કેટલા શૉ જોયા? જેના જવાબમાં ફેન્સ ઈશારાથી 7 જણાવે છે.
ફેન્સનો જવાબ સાંભળીને દિલજીત પણ ચોંકી જાય છે અને ખુશી વ્યક્ત કરતાં કહે છે કે, આ વર્ષે મારી ઓરા ટૂરની આ સાતમી કોન્સર્ટ છે. અગાઉ આ ફેન્સ કેનેડાના વાનકુંવરમાં પણ આવી હતી, અમેરિકામાં પણ આવી, યુરોપમાં પણ આવી અને વેમ્બલીમાં પણ આવી હતી. આજે હવે અમદાવાદ પર આવી પહોંચી છે. જેના માટે તાળીઓ પાડો.
હવે મારી કોન્સર્ટ માટે તમારે ટિકિટ ખરીદવાની કોઈ જરૂર નથી
આ સાથે જ દિલજીત પોતાની ફેન્સને કહે છે કે, હવે તમારે મારી કોન્સર્ટ માટે ટિકિટ ખરીદવાની જરૂર નથી. દિલજીતે જીવનભર ફ્રી ટિકિટ આપવાનો વાયદો કરતાં જણાવ્યું કે, આજથી હું જ્યાં સુધી ગાઈશ, ત્યાં સુધી તમારી ટિકિટ ફ્રી છે. બસ તમારે અમને જાણ કરવાની છે, ટિકિટ ખરીદવાની નથી. તમારો ખૂબ-ખૂબ આભાર... દિલજીતની આ જાહેરાતને સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો લોકોએ તાળીઓથી વધાવી લીધી હતી.
