Ahmedabad: પંજાબી ગાયક દિલજીત દોસાંજ (Diljit Dosanjh) હાલના દિવસોમાં પોતાની 'ઑરા ઈન્ડિયા ટુર 2026'ને લઈને ચર્ચામાં છે. અગાઉ 30 ઓક્ટોબરે દિલ્હી અને 15 નવેમ્બરે ઈન્દોર બાદ ગઈકાલે દિલજીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાઈવ કોન્સર્ટમાં (Diljit Dosanjh Ahmedabad Concert) ધૂમ મચાવી દીધી હતી. આ દરમિયાન એક વિદેશી ફેને સ્ટેજ પર આવીને દિલજીત દોસાંજને કિસ કરી દેતા ગાયક શરમાઈ ગયો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
હકીકતમાં દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન દિલજીત સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો હતો, ત્યારે એક વિદેશી મહિલા ફેન સ્ટેજ પર આવી ગઈ હતી. જે દિલજીતના તાલ પર ભાંગડા કરવા લાગી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ વિદેશી ફેન્સ નાચતા-નાચતા દિલજીતની એકદમ નિકટ આવી જાય છે અને તેના ચહેરા પર કિસ કરવા જાય છે. જો કે દિલજીતે તેને રોકવાના ઈરાદે પોતાનો હાથ ઉંચો કરીને દર્શકો સમક્ષ ચહેરો કરી દીધો.
જુઓ ગોરા ભાંગડા કરવા લાગ્યાઃ મેમ મારું અંગ્રેજી નહીં, પણ હું હેન્ડસમ
આ સમયે દિલજીત સ્ટેજ પરથી લોકોને હસતા-હસતા જણાવે છે કે, જુઓ ગોરા ભાંગડા કરી રહ્યા છે. મેમ મારા શૉમાં આવવા બદલ આપનો આભાર. મારું અંગ્રેજી આટલું હેન્ડસમ (સારું) નથી, પરંતુ હું પોતે હેન્ડસમ છું.
જે બાદ દિલજીત દોસાંજ ફરીથી પરફોર્મ કરવા લાગે છે અને વિદેશી ફેનને ગિફ્ટ હેમ્પર પણ આપે છે. આ સમયે દિલજીત ફેન્સને ગળે મળે છે, ત્યારે વિદેશી ફેન્સ તેના ગાલ પર કિસ કરે છે. જેથી દિલજીત પણ શરમાઈ જાય છે અને પછી યુવતીનો હાથ પકડીને સ્ટેજ પરથી નીચે ઉતારવા માટે જાય છે.
