iQOO 16R: ભારતમાં જલ્દી લોન્ચ થશે iQOOનો નવો 5G ફોન, 10,000mAhની વિશાળ બેટરી અને દમદાર પ્રોસેસર સહિતના ફીચર્સ લીક થયા

iQOO 16R 5G સ્માર્ટફોનના ફીચર્સ Geekbench પર લીક થયા છે, જેમાં 10,000mAh બેટરી અને Snapdragon 8s Gen 4 પ્રોસેસરનો ઉલ્લેખ છે. આ ફોન 165Hz AMOLED ડિસ્પ્લે, 50MP કેમેરા અને Android 17 સાથે 2027માં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Nov 2026 05:20 PM (IST)Updated: Sun, 22 Nov 2026 05:20 PM (IST)
iqoo-16r-india-launch-soon-key-specifications-including-10000mah-battery-and-165hz-display-leaked

Technology News: સ્માર્ટફોન બ્રાન્ડ iQOO ભારતીય બજારમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીના આગામી ફોન iQOO 16Rને તાજેતરમાં જાણીતા બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ Geekbench પર જોવા મળ્યો છે, જેના પરથી તેના પ્રોસેસર અને પરફોર્મન્સની મહત્વની વિગતો બહાર આવી છે.

આ ફોનમાં દમદાર બેટરી, હાઈ રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે અને શાનદાર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે. જો કે કંપની તરફથી હજુ સુધી આ ડિવાઈસના નામ કે ફીચર્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટિપસ્ટર અભિષેક યાદવ દ્વારા શેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે, આ ડિવાઈસ Geekbench પર 'Vivo I2606' મોડલ નંબર સાથે લિસ્ટ થયું છે. પરફોર્મન્સ ટેસ્ટમાં આ ફોને સિંગલ-કોરમાં 1,775 અને મલ્ટી-કોરમાં 6,680 પોઈન્ટ્સ મેળવ્યા છે. તેમાં ક્વાલકોમનું Snapdragon 8s Gen 4 પ્રોસેસર અને Adreno 825 GPU આપવામાં આવી શકે છે.

જો મેમરીની વાત કરીએ તો, લિસ્ટિંગમાં 12GB રેમ જોવા મળી છે, જ્યારે અગાઉના રિપોર્ટ્સમાં 16GB રેમ અને 512GB સુધીના સ્ટોરેજ વિકલ્પનો પણ ઉલ્લેખ હતો. ડિસ્પ્લે સેક્શનમાં 6.59 ઈંચની 1.5K AMOLED સ્ક્રીન મળી શકે છે, જે 165Hz ના હાઈ રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.

સૌથી ખાસ વાત એ છે કે, આ ફોનમાં 10,000mAhની વિશાળ બેટરી અને 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની શક્યતા છે. સોફ્ટવેરની દ્રષ્ટિએ આ ફોન લેટેસ્ટ Android 17 પર આધારિત હશે.

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં 50MPનો મુખ્ય સેન્સર અને 8MPનો સેકન્ડરી કેમેરા સામેલ હશે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગના શોખીનો માટે ફ્રન્ટમાં પણ 50MP નો હાઈ-રિઝોલ્યુશન કેમેરા આપવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, iQOO 16Rને ભારત સહિત વૈશ્વિક બજારમાં વર્ષ 2027ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ પ્રીમિયમ ફીચર્સ ધરાવતા ફોનની સંભવિત કિંમત અંદાજે રૂ. 60,000ની આસપાસ રહેવાની શક્યતા છે. જો કે અત્યારે કંપનીએ તેની ચોક્કસ લોન્ચ તારીખ કે કિંમત અંગે કશું જ કન્ફોર્મ નથી કર્યું.