રાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીઃ 24 કલાકમાં 3ની હત્યા, યુપી-બિહારની સ્ટાઈલથી સરેઆમ ખૂની ખેલ ખેલાતા લોકો ભયભીત

ત્રણ મર્ડરની ઈન સાઈડ સ્ટોરી : પડધરીમાં દુષ્કર્મનો કેસ પાછો ખેંચવા બાબતે, જસદણમાં જૂની અદાવત, ગોંડલમાં દારૂના ડખ્ખામાં હત્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 04:33 PM (IST)Updated: Thu, 21 May 2026 04:33 PM (IST)
rajkot-crime-news-3-murder-in-last-24-hours-across-the-district
Crime Scene
HIGHLIGHTS
  • હત્યારાઓ ઝડપી લેવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી

Rajkot Crime News: રાજકોટ જિલ્લામાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ ગુનેગારો બેખૌફ બનીને એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે. પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સદંતર કથળી હોય, તેમ એક જ દિવસમાં 3 યુવકોની ઘાતકી હત્યાથી પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝનનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાની દુષ્કર્મ કેસના બે વર્ષથી ફરાર બે આરોપીને પોલીસ પકડી શકી ન હોય બન્ને આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

જયારે જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.વ.35)ના યુવકની હત્યામાં જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું છે. જયારે ગોંડલમાં દારૂના ડખ્ખામાં યુવકનું ઢીમ ઢાળી દીધું હતું.

પ્રથમ બનાવમાં પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (40) નામના યુવાનની રાત્રીના ખાખરાબેલા ગામ નજીક છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળ દુષ્કર્મની ફરિયાદ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા અરવિંદભાઈ લાખાભાઈ રાઠોડ (ઉં.વ.35)ના યુવકની ગોલાની લારીએ ઉભેલા હરેશ કોળીએ નશાની હાલતમાં યુવકને બોલાવી ગાળો આપતા યુવકે ગાળો આપવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાઈ જઈ ત્યાં પડેલો લાકડાના ધોકા ફટકારી જાહેરમાં હત્યા કરી હતી.

મૃતક અરવિંદભાઈ ખેત મજૂરી કામ કરતા હતા અને બે બહેન ત્રણ ભાઇમાં વચેટ હતા. જેમને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. યુવકના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

મૃતક અરવિંદભાઈના પરિવારજનોના કહેવા મુજબ, હત્યારો હરેશ કોળી દારૂ પીવાની ટેવ ધરાવે છે અને નશાની હાલતમાં અવાર નવાર નિર્દોષ લોકોને મારકૂટ કરતો હોવાની ગામમાં રાવ હતી. અગાઉ પણ તેણે અરવિંદભાઈને નશાની હાલતમાં બોલાવી ઝઘડો કરી મારકૂટ કરી હતી.

ગોંડલના ભગવતીપરા કોળીવાસમાં રહેતા નિલેશભાઈ જેન્તીભાઇ શેખ (45)ના યુવક રાત્રીના ત્રણેક વાગ્યે ઘરે સુતા હતા, ત્યારે વિશાલ બાવળીયા તથા તેની સાથેના અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી હત્યા કરી હતી.

પરિવારે જણાવ્યું હતું. હત્યારો વિશાલ દારૂના નશાની ટેવ ધરાવે છે અને અવારનવાર નશાની હાલતમાં ઝઘડો કરી મારકૂટ કરે છે. ગોંડલ એ ડીવીઝન પોલીસે હત્યા કરનાર વિશાલ બાવળીયા સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.