હવેથી રાજકોટમાં વરસાદી પાણી વેસ્ટ નહીં જાય, વાવડીમાં રૂ. 27 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનશે

સ્પોન્જ પાર્કમાં સોશાયેલ વરસાદી પાણીના કારણે આજૂબાજૂના વિસ્તારોના બોરના તળ પણ ઉચા આવશે. જેનાથી પીવાના પાણી સહિતની સમસ્યા મહદ અંશે હલ થઇ શકશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 02 Jan 2026 07:23 PM (IST)Updated: Fri 02 Jan 2026 07:23 PM (IST)
rain-water-not-be-wasted-in-rajkot-sponge-park-built-at-a-cost-of-rs-27-crore-666908
HIGHLIGHTS
  • વાવડી તપન હાઇટ્સની બાજુમાં 28000 ચો.મી.જમીન ઉપર ગાર્ડન સાથે પાર્કનું નિર્માણ થશે
  • સ્પોન્જ પદ્ધતિ થકી સોશી લેવામાં આવેલા પાણીનો ઉપયોગ ગાર્ડનના વૃક્ષોના સિંચાઈ માટે કરાશે

Rajkot: રાજકોટ શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવાસ્થા પુરતા પ્રમાણ ન હોવાથી દર ચોમાસે શહેર જળબંબાકાર થઇ જાય છે. જયારે વહી જતુ પાણી વેસ્ટ થતુ હોય મહાનગરપાલિકાએ એક નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે. જે મુજબ પ્રારંભીક તબબકે વાવડી અને મવડી વિસ્તારના વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે વાવડી તપન હાઇટ્સની બાજૂમાં 28000 ચો.મીટર જગ્યા ઉપર રૂા.27 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

મહાનગરપાલિકાના સિટી ઇજનેર કુન્તેષ મહેતાના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન વરસાદી પાણી વોકળાઓ માફરતે ડેમમા અથવા વેસ્ટ થઇ જાય છે. આ પાણીનો સદ્ઉપયોગ થઇ શકે તે માટે એક અલગ કોન્સ્પેટ તૈયાર કરવામાં આવ્યો છે.

સ્પોન્જ પદ્ધતિથી પાણીને સોશી લેવામાં આવશે, ત્યાર બાદ આ પાણીનો ઉપયોગ ગાર્ડનના વૃક્ષોને સિંચાઈ માટે કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે મવડી અને વાવડી વિસ્તારમાં આવેલ મુખ્ય વોકળાની બાજૂમાં તપન હાઇટ્સ પાસે મહાનગરપાલિકાના 28000 ચો.મીટર જગ્યા ઉપર સ્પોન્જ પાર્કનું નિમાણ કરવામાં આવશે.

આ પદ્ધતિથી વાવડી અને મવડી વિસ્તારના મોટાભાગના વરસાદી પાણીનો સદ્ઉપયોગ થઇ શકેશે સ્પોન્જ પદ્ધતિમાં વરસાદી પાણીને સ્પોન્જ કરવામાં આવે છે. ચોમાસુ સિઝન પૂર્ણ થયા બાદ સ્પોન્જ થયેલ પાણીની સીંચાઇ કરી બાજૂમાં તૈયાર કરવામાં આવેલ ગાર્ડનના વૃક્ષો માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમજ વધારાનુ પાણી અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાશે સ્પોન્જ પદ્ધતિથી પાણીને સોશીને જમીનમાં ઉતારવામાં આવે છે. આ સ્પોન્જ થયેલ વધારાના ઉપરના પાણીનો ઉપયોગ પ્રથમ કરવામાં આવે છે.

સિટી ઇજનેરે વધુમાં જણાવેલ કે, સ્પોન્જ પાર્કમાં સોશાયેલ વરસાદી પાણીના કારણે આ પાણી જમીનમાં ઉતરી ગયા બાદ આજૂબાજૂના વિસ્તારોના બોરના તળ પણ ઉચા આવશે. જેનાથી પીવાના પાણી સહિતની સમસ્યા મહદ અંશે હલ થઇ શકશે હાલ સ્પોન્જ પાર્ક માટેની ડિઝાઇન તેમજ ઇન્ફ્રાટ્રક્ચરનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને અનુભવી એજન્સીને કામ આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટને મંજૂરી અર્થે સ્ટેન્ડિંગમાં મુકવામાં આવશે. ત્યારબાદ આવતા ચોમાસા પહેલા સ્પોન્જ પાર્ક તૈયાર થઇ શકે તે રીતનુ ઝડપી કામ હાથ ધરાશે.