પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાતા નરેશ પટેલે આપી પ્રતિક્રિયા, વાંચો શું કહ્યું?

રાજદ્રાહના કેસો પરત ખેંચાતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, અલ્પેશ કથિરીયા સહિતાના લોકોએ સરકારના આ પગલાને આવકાર્યું હતું.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Fri, 07 Feb 2025 02:57 PM (IST)Updated: Fri, 07 Feb 2025 03:21 PM (IST)
naresh-patel-reaction-on-hardik-patel-and-patidar-leader-sedition-case

Naresh Patel : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓએ આજે જણાવ્યું છે કે તેઓની સામેના રાજદ્રોહ સહિતના કેસો ગુજરાત સરકારે પરત ખેંચ્યા છે. ત્યારે આના પર ખોડલધામના નરેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી સરકારના આ પગલાને આવકાર્યું છે.

નરેશ પટેલે શું કહ્યું?

પાટીદાર અનામત આંદલોન સમયે જે પાટીદાર દીકરા-દીકરીઓ સામે રાજદ્રોહ સહિતના દરેક જિલ્લામાં કેસ નોંધાયા હતા. આજે મારી જાણ મુજબ આ કેસો ગુજરાત સરકાર અને માનનિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછા ખેંચ્યા છે. આ બદલ ખોડલધામ ટ્રસ્ટ મુખ્યમંત્રીનો ખુબ ખુબ આભાર માને છે. આમતો શરૂઆતથી આ કેસ થયા પછી ખોડલધામ ટ્રસ્ટ ગુજરાત સરકાર સાથે તાલમેળ મિલાવીને ઝડપથી આ કેસો પરત ખેંચાય તેના પ્રયાસો હંમેશા કર્યા છે. આને તેનું પરિણામ મળતા હું ફરીથી મુખ્યમંત્રીનો આભાર માનુ છું. આ તમામ દીકરા દીકરીઓને મોટી રાહત મળશે.

રાજદ્રાહના કેસો પરત ખેંચાતા હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા, અલ્પેશ કથિરીયા સહિતાના લોકોએ સરકારના આ પગલાને આવકાર્યું હતું.