પાટીદાર નેતાઓ સામેના રાજદ્રોહના કેસ પાછા ખેંચાયા; હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાએ સરકારનો આભાર માન્યો

પોસ્ટમાં લખ્યું છે કે, પાટીદાર આંદોલન વખતે થયેલાં રાજદ્રોહના કેસ સરકાર પાછા ખેંચવામાં આવ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 07 Feb 2025 10:40 AM (IST)Updated: Fri, 07 Feb 2025 11:08 AM (IST)
ahmedabad-news-patidar-leader-dinesh-bambhaniya-claims-govt-will-withdraw-sedition-case-no-clarification-from-state-government-yet

Dinesh Bambhaniya News: ધારાસભ્ય હાર્દિક પટેલ અને પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. તેમને પોસ્ટમાં લખ્યું છે કે, પાટીદાર આંદોલન વખતે થયેલાં રાજદ્રોહના કેસ સરકાર પાછા ખેંચવામાં આવ્યા છે તે બદલ ખૂબ ખૂબ આભાર. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા કરવમાં આવી નથી.

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ….સત્યમેવ જયતે જય સરદાર.

હાર્દિક પટેલે X પર શું કહ્યું?
આજે, ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના ઘણા યુવાનો સામે દાખલ કરાયેલા ગંભીર રાજદ્રોહના કેસ સહિતના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી, હું ગુજરાતની ભાજપ સરકારનો ખાસ આભાર માનું છું.

પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિન-અનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના થઈ, 1000 કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી અને દેશમાં આર્થિક ધોરણે સુવર્ણોને 10 % અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.

અલ્પેશ કથીરીયાએ શું કહ્યું?
ઘણા સમયથી આ માંગણી હતી. ટૂંક સમયમાં સીએમ ઓફિસ દ્વારા આ જાહેરાત કરાશે. ઘણા યુવાનો અને મહિલાઓને ઘણા સમયથી મુશ્કેલી પડી રહી હતી તે દૂર થશે. પરત ખેંચાયા છે તે 2017 પહેલાના કેસ છે. હજુ અમારી માંગણી છે કે 2017 પછી ના કેસ પણ પરત ખેંચાય. પરત ખેંચાતા હું રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો આભાર માનું છું. ભાજપમાં ગયા પછી જ કેસ પરત ખંચાયા છે એવું નથી. પરંતુ અગાઉ પણ આ અંગે અમે અનેકવાર રજૂઆત કરી હતી. પક્ષમાં આવ્યા પછી વખતો વખતે નેતાઓને મળવાનું થતું હોય અને રજૂઆત થતી હોય તેના કારણે કેસ પરત ખેંચાયા છે.