Jayesh Radadiya News: ગઈકાલે કમલમ ખાતે વિધિવત રીતે જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ અંગે MLA જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જગદીશભાઈ સરકાર અને સંગઠન બંને વચ્ચે સમન્વય રાખીને કામ કરશે.
જગદીશભાઈ હિંમત, જોશ અને જોશીલા નેતા
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનવા બદલ જયેશભાઈએ જગદીશભાઈને દિલથી શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે તેમને ઘણો ઉત્સાહ છે, કારણ કે નવા પ્રદેશ પ્રમુખ યુવાન છે. જગદીશભાઈ હિંમત, જોશ અને જોશીલા નેતા છે. તેઓ કાર્યકર્તાઓને હંમેશા જોશ આપતા આવ્યા છે.
આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને
જયેશભાઈના મતે જગદીશભાઈ એક બૂથના કાર્યકર્તા તરીકે ત્યાંથી આગળ આવ્યા છે. તેમને સંગઠનનો ખૂબ મોટો અનુભવ છે. આ સાથે જ તેમને સરકારનો પણ એટલો જ અનુભવ છે. જગદીશભાઈ સરકાર અને સંગઠન બંને વચ્ચે સમન્વય રાખીને કામ કરશે. તેમના પ્રયાસો એ દિશામાં રહેશે કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને. તેમનું માનવું છે કે ઓલરેડી સંગઠન પાર્ટીનું મજબૂત છે અને આવનારા દિવસોમાં વધુ મજબૂત બને એ માટેનો તેમને વિશ્વાસ છે.
જયેશભાઈએ ભારપૂર્વક જણાવ્યું કે પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની તાકાત હોય છે. કોઈપણ ઇલેક્શન હર હંમેશા પાર્ટીના કાર્યકર્તાઓના બળ ઉપર જીતાત હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ સુધી જઈને કામ કરતા હોય છે અને તેમને લોકોનો સહકાર મળતો હોય છે. આના કારણે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું પરિણામ મળશે એવો વિશ્વાસ છે.
