Rajkot News: રાજકોટ જિલ્લામાં ભાયાવદર ખાતે અરણી રોડ પર આવેલ ગાંઠિયાવાળી શેરીમાં રહેતા યુવાન અને તેની પ્રેમિકા ઉપર પ્રેમિકાના પતિએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. 20 દિવસ પૂર્વે છૂટાછેડા લઈ પતિના મિત્રના સાથે રહેવા ગયેલી પત્નીના તેના પ્રેમી ઉપર કાર ચડાવી દઈ. બન્ને ઉપર જીવલેણ હુમલામાં પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
મિત્રને મિત્રની પત્ની સાથે પ્રેમ થયો
આ પણ વાંચો
મળતી વિગતો મુજબ, ભાયાવદર અરણી રોડ પર આવેલ ગાંઠિયાવાળી શેરીમાં રહેતા ચેતન હરિરામ દાણીધારીયા (ઉ.વ.42) તથા મતવા શેરીમાં રહેતા મયુર પ્રવીણભાઈ કાથરોટીયા નાનપણથી મિત્રો હતા. ચેતનના આજથી દસ વર્ષ પહેલાં રાજકોટની ભાવિકા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં 9 વર્ષની પુત્રી અને 5 વર્ષનો પુત્ર છે. આ દરમિયાન ચેતનની પત્ની ભાવિકા તથા તેના મિત્ર મયુર વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આની જાણ ચેતનને થઈ જતા રોજ ઘરકંકાસ થવા લાગ્યો હતો.
પત્નીએ પતિ સાથે છૂટાછેડા લીધા
એક મહિના પહેલા પતિ -પત્નીએ પુત્ર પિતા પાસે, અને પુત્રી માતા સાથે એવી સમજૂતી કરી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર પછી પરિણીતા પુત્રી સાથે તેના પ્રેમીના ઘરે રહેવા ચાલી ગઈ હતી. પત્ની સાથે છુટાછેડા પછી પણ બંને મિત્રો વચ્ચે અવાર નવાર ફોનમાં માથાકૂટ થતી હતી. સવારના મયુર ઘરેથી બાઈક લઈને નીકળતા તરત ચેતને કાર પૂરપાટ ચલાવીને બાઈકને જોરદાર ટક્કર મારીને મયુરને પછાડી દઈને કારમાંથી તલવાર અને લોખંડની કાત્સ કાઢીને ખૂની હુમલો કરી દીધો હતો.
પૂર્વ પતિએ યુવક પર હિચકારો હુમલો કર્યો
મયુર બચવા માટે બાજુની બંધ ગલી ખાતે ભાગવા લાગ્યો હતો. ચેતને તલવારનો ઘા કરતાં મયુરને ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. વચ્ચે બચાવવા જતા ભાવિકા ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી ચેતન કહેતો હતો કે મારો પુત્ર નાનો છે, તે તેની મોટી બહેનને જોવે ત્યારે રડે છે, આથી તમારે બીજે રહેવા જતા રહેવું જોઇએ. ત્યારે મયૂર દલીલ કરતો કે અમે શું કામ જઇએ? આવી નજીવી બાબતે ચાલતી માથાકૂટ વધુ વકરી હતી.ત્યારથી ચેતને મનમાં ગાંઠ લગાવી દીધી હતી કે મયૂરને સબક શીખવવો.
ઘટનાને પગલે લોકો એકઠા થઈ ગયા
આરોપીએ 25 દિવસ તો રેકી કરી કે મયૂર ક્યારે નીકળે છે અને ક્યારે આવે છે. મોકો જોઇને ચેતને મિત્ર મયુર ઘરેથી બાઈક લઈને નીકળતાં જ તેના પર કાર લઇને ધસી ગયો હતો. તેને પછાડી કારમાંથી તલવાર અને લોખંડની કોસ કાઢી હુમલો કર્યો હતો. એવામાં પૂર્વ પત્ની વચ્ચે આવતા તેને પણ તલવારના ઘા ઝીંકી દીધા હતા. મારામારીના પગલે દેકારો થતાં લોકો એકઠાં થઇ ગયા હતા, પરંતુ ચેતનનું ઝનૂન જોઇ કોઇ રોકવાની હિંમત કરી શકતું ન હતું. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
