રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આપઘાતના પ્રયાસની 13 ઘટનાઃ બજરંગવાડીમાં સસરા પંખામાં ચાદર બાંધી લટકવા જતાં પુત્રવધુએ દેકારો કરતાં કહ્યું- 'નાટક હતું'

દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દવા પીને, ગળાફાંસો ખાઈને કે ઝેરી પદાર્થોનું સેવન કરીને આપઘાતના પ્રયાસની 13 ઘટનાઓ નોંધાઈ છે. પોલીસે આ બનાવોની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં પારિવારિક ઝઘડા પણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Nov 2026 08:32 PM (IST)Updated: Fri, 13 Nov 2026 08:32 PM (IST)
13-suicide-attempt-cases-reported-across-saurashtra-including-rajkot-bajrangwadi-incident

Rajkot: દિવાળીના પવિત્ર તહેવારોમાં જુદા-જુદા કારણોસર લોકોએ દવા પીને, ગળાફાંસો ખાઈને અથવા તો વધુ પડતી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની 13 અલગ-અલગ ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

બેસતા વર્ષના દિવસે 6 લોકોએ જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

પ્રથમ બનાવમાં યુનિવર્સિટી રોડ ગોપાલ ચોકમાં રહેતાં ઇલાબેન રાજુભાઇ મારૂ (48) નામના મહિલાએ બેસતા વર્ષની સવારે ઉંઘની વધુ ગોળીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. તેણીને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. પતિ ચશ્માની દુકાન ચલાવે છે. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

બીજા બનાવમાં કણકોટ રહેતાં નીલાબેન અલ્પેશભાઇ લખતરીયા (ઉ.વ.38) નામના મહિલાએ ધોકા-પડતર દિવસની સાંજે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

ત્રીજા બનાવમાં વાણીયાવાડી પાસે ગીતાનગર-5માં રહેતાં શેખરભાઈ કિરીટભાઈ ગઢવી (ઉ.વ.33) નામના યુવાને 10મીએ સવારે સાડા છએક વાગ્યે વાસણ સાફ કરવાનું લિક્વીડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચોથા બનાવમાં બજરંગવાડી શેરી નં. 15માં રહેતાં દિલાવરભાઇ મહમદભાઇ મહેલાણી (ઉં.વ.45) 10મીની રમોડી રાતે પંખામાં ચાદર બાંધી લટકવા જતાં પુત્રવધૂ જોઇ જતાં દેકારો મચાવતાં ઘરના લોકો ભેગા થઈ ગયા હતાં અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી. પરિવારજનોએ કહ્યું હતું કે તે કંઇ કામ કરતાં નથી. ઘરમાં માથાકુટ કરતાં રહે છે. લટકી જવાનું નાટક તેમણે કર્યું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

પાંચમા બનાવમાં જામનગર ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતો મુળ એમપીનો ટીન્કુ રામનરેશ (ઉં.વ.35) નામનો મીઠાઇનો કારીગર બોટાદના રાજપરા ગામે શ્રી ચાકુંડા ફરસાણ ખાતે મીઠાઇ બનાવવાનું કામ કરવા ગયો હોઇ ત્યાં બેસતા વર્ષની બપોરે કોઇ કારણે એસિડ પી જતાં સારવાર માટે બોટાદ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વલ્લભીપુર પોલીસને જાણ કરી હતી.

છઠ્ઠા બનાવમાં શાપર વેરાવળમાં રહેતાં શીતલબેન શૈલેષભાઇ લીંબડ (ઉ.વ.36) નામના મહિલાએ બેસતા વર્ષની સાંજે ચારેક વાગ્યે ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઈ હતી. શિતલબેનને સંતાનમાં બે દિકરા છે. તેણી પતિ સાથે કંપનીમાં નોકરી કરે છે. કોઇ ટેન્શનને કાણે પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું.

સાતમા બનાવમાં મેટોડામાં રોયલ હાઇટ્સ પાસે રહેતાં 35 વર્ષના મહિલાએ બેસતા વર્ષની સવારે મેટોડા લિવ ઇન પાર્ટનરને ત્યાં હતાં ત્યાર કોઇ કારણે વધુ પડતી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી.

આઠમા બનાવમાં કાલાવડના ફાગસ ગામે રહેતી વિલાસબેન નિલેષ માવી (ઉં.વ.18) નામની પરિણીતાએ બેસતા વર્ષની બપોરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં કાલાવડ તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. તેણીના લગ્ન બે વર્ષ પહેલા થયા છે અને હાલમાં પાંચ માસની સગર્ભા છે. પોલીસેક બરણ જાણવા તપાસ હાથ ધરી હતી.

નવમા બનાવમાં ચોટીલાના નવાગામમાં રહેતાં દેવરાજભાઈ ગોદરભાઇ ખાવડુ (ઉં.વ.65) નામના વૃધ્ધ બેસતા વર્ષની સાંજે કીડી મારવાનો પાવડર પી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોટીલા પોલીસને જાણ કરાઇ હતી.દસમા બનાવમાં માંડાડુંગર પાસે જનતા પ્લાય નજીક રહેતાં અર્જુન ચેતનભાઈ કુમાર (ઉ.વ.20) નામના યુવાને ગુરૂૂવારે રાતે એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

અગીયારમા બનાવમાં માલધારી સોસાયટી પાસે શીવધારા-2માં ફેરીલેન્ડ ગાર્ડન પાછળ રહેતાં કિરણભાઇ બીજરામ મારૂૂ (ઉં.વ.35) નામના યુવાનને ગુરૂૂવારે રાતે પત્નિ સાથે યડભડ થતાં જંતુનાશક ટીકડીઓ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.

બારમા બનાવમાં થોરાળા સર્વોદય સોસાયટી-6ના ખુણે રહેતાં જશુબેન અશ્વીનભાઇ પરમાર (ઉ.વ.40) રાતે કોઇ કારણોસર જંતુનાશક દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી. તેરમા બનાવમાં ગાંધીગ્રામ ભારતીનગર-1માં રહેતાં મહિપતસિંહ અશોકસિંહ નામના 22 વર્ષના યુવાને રાતે ગ્રીન પાર્ક નજીક નાયરા પંપ પાસે કોઇ ટીકડીઓ પી લેતાં ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરાઇ હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.