PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, મુખ્યમંત્રી-રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે અમદાવાદ પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું. તેઓ ગાંધીનગરમાં મંત્રીઓ અને સાંસદો સાથે ડિનર બેઠક કરશે, જ્યારે અંબાજી દર્શનનો કાર્યક્રમ રદ થયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Nov 2026 08:15 PM (IST)Updated: Fri, 13 Nov 2026 08:15 PM (IST)
pm-modi-arrives-in-ahmedabad-welcomed-by-cm-bhupendra-patel-and-governor

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા વડાપ્રધાન મોદીનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતુ. જે બાદ નરેન્દ્ર મોદી એરપોર્ટથી પોતાના કાફલા સાથે ગાંધીનગર લોકભવન જવા રવાના થઈ ગયા છે.

ગાંધીનગર લોકભવનમાં વડાપ્રધાન મોદીની ગુજરાત સરકારના મંત્રીઓ અને સાંસદો સાથે ડિનર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને સાંજે 7 વાગ્યે ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

PM મોદી સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના તેમના ગુરુ વકીલ સાહેબની સ્મૃતિમાં શરૂ કરેલ સંસ્થા સંસ્કારધામ ટ્રસ્ટની આવતીકાલે બેઠક મળવાની છે. જેમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલી આ સંસ્થાના ભાવિ આયોજન વિશે કાલની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.

વડાપ્રધાન મોદીનો અંબાજી દર્શનનો કાર્યક્રમ રદ્દ

જણાવી દઈએ કે, આવતીકાલે લાભ પાંચમના પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બનાસકાંઠા સ્થિત સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરવાનો કાર્યક્રમ હતો. જો કે છેલ્લી ઘડીએ તેમનો અંબાજીનો કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. હવે તેઓ આવતીકાલે ગાંધીનગરના આયોજિત કાર્યક્રમમાં જ હાજરી આપશે.