Patan: ઘરે પરત ફરેલી કિંજલ રબારીએ મૌન તોડ્યું- 'મેં રાહ ભટકી ખોટું પગલું ભર્યું, હવે હું કાયમ માટે પરિવાર સાથે રહેવા માંગુ છું'

મારા વિશે કોઈ ખોટી વાતો ના ફેલાવે અને અફવાઓથી દૂર રહેજો. સોશિયલ મીડિયામાં મારા આગળના તમામ વીડિયો ડિલિટ કરી દેવામાં લોકોને વિનંતી: કિંજલ રબારી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Mar 2026 10:51 PM (IST)Updated: Sun, 15 Mar 2026 11:48 PM (IST)
patan-news-kinjal-rabari-breaks-silence-after-inter-caste-marriage-controversy-appeals-fans-to-ignore-rumours
HIGHLIGHTS
  • કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કરતાં વિવાદ થયો હતો
  • ચૌધરી અને રબારી સમાજના આગેવાનોની મધ્યસ્થીને અંતે કિંજલ રબારી ઘરે પરત ફરી

Patan: છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના (Kinjal Rabari) આંતરલગ્નને લઈને ચાલતો વિવાદ આખરે સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ સમી ગયો છે. એવામાં પોતાના પરિવાર પાસે પહોંચેલી કિંજલ રબારીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં લોકગાયિકાએ સોશિયલ મીડિયામાં પોતાના વિશે ફેલાતી અફવાઓથી દૂર રહેવા પોતાના ચાહકોને વિનંતી કરી છે.

હું રાજીખુશીથી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું: કિંજલ રબારી

રબારી અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા વાતચીતના અંતે કિંજલ રબારીને પોતાના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જે બાદ આજે કિંજલ રબારી દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને જણાવ્યું છે કે, મે મારી રાહ ભટકીને જે પગલું ભર્યું હતુ, તે ખોટું હતુ. હવે હું મારા પરિવાર પાસે આવી ગઈ છું.

હું કાયમ માટે હળીમળીને મારા પરીવાર સાથે રહેવા માંગુ છું. આથી મારી સમાજના તેમજ ચાહકોને વિનંતી છે કે, મારા નામે ફેલાયેલી કોઈ અફવાઓ ધ્યાન ના આપશો. મારા માલધારી સમાજના દરેક આગેવાનોને અને ભાઈઓને અને સર્વે આઢારે આલમના મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે, કોઈએ મારા વીસે ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહીંય. તેમજ કોઈએ મારા વિશે ખોટી વાતો આફવાઓમાં આવવું નહીં.

મારા નામે જે પણ અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટ ચલાવી રહ્યા છે, તે તમામને મારા આગળના વીડિયોને ડિલીટ કરવા સાથે અન્ય કોઈ ખોટા AIથી બનાવેલા ફોટો કે વીડિયો નહીં મૂકવા વિનંતી.

કિંજલ રબારીના પ્રેમલગ્નનો સોશિયલ મીડિયામાં વિરોધ થયો હતો

હકીકતમાં કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે ભાગી ગઈ હતી. જે બાદ કિંજલ રબારીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાની મરજીથી લગ્ન કર્યાં હોવાનું જણાવ્યું હતુ. આ સાથે જ પોતાને મારી નાંખવાની અને ઉપાડી જવાની ધમકી મળતી હોવાથી કિંજલ રબારીએ શંકર ચૌધરી અને હર્ષ સંઘવી પાસે મદદ માંગી હતી. જે બાદ સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે બન્ને સમાજના આગેવાનો દ્વારા બેઠકોને અંતે કિંજલ રબારીને તેના પરિવારને સોંપવામાં આવી હતી.