Patan: જંગરાલ ગામની સીમમાં પ્રેમી પંખીડાનો આપઘાત, ખોડાણાના યુવકે હામાણીપુરાની યુવતી સાથે લીમડા પર ગળેફાંસો ખાધો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામમાં એક પ્રેમી યુગલે ઝાડ પર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. સમાજ તેમને એક નહીં થવા દેવાના ડરથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Nov 2026 08:47 PM (IST)Updated: Sun, 15 Nov 2026 08:47 PM (IST)
patan-crime-news-young-couple-commits-suicide-by-hanging-from-neem-tree-in-jangral-village-outskirts

Patan: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈને યુવક-યુવતીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક પ્રેમી યુગલે સમાજ પોતાને એક નહી થવા દે તે ભયે જિંદગીનો અંત આણ્યો હોવાનું સામે આવ્યું છે.

ઝાડ પર લટકતા મૃતદેહ અને નીચે ચંપલ-મોબાઈલ ભાળી પોલીસને બોલાવાઈ

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે રહેતા રાજુ દેસાઈ આજે સવારે નિર્મિત પેટ્રોલ પંપની પાછળ આવેલા પોતાના ખેતરે પહોંચ્યા હતા. ખેતરમાં લીમડાના ઝાડ પર યુવક અને યુવતીની લાશ લટકતી હતી, જ્યારે નીચે મોબાઈલ અને ચંપલ સહિતનો સામાન પડ્યો હતો. જેથી રાજુ દેસાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરતા વાગડોદ પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી.

યુવક ખોડાણા ગામનો અને યુવતી હામાણીપુરાની નીકળી | Patan Couple Suicide

પોલીસે યુવક-યુવતીના મૃતદેહને નીચે ઉતારીને પંચનામું કર્યાં બાદ પોસ્ટમોર્ટમ અર્થે જંગરાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી સરસ્વતી તાલુકાના હામાણીપુરા ગામની તેમજ યુવક ખોડાણા ગામમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સબંધ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો વાગડોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.