Patan: પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનની હદમાં લગ્નની લાલચે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાના જ કૌટુંબિક દિયર પર લગ્નની લાલચે અવારનવાર શારીરિક સબંધો બાંધીને તરછોડી દીધી હતી.
અનૈતિક સબંધોની જાણ થતાં પતિએ છૂટાછેડા આપ્યા
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ફરિયાદી મહિલાના આજથી 11 વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા, જેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ફરિયાદીનો પતિ મજૂરી કામ સબબ મોટાભાગે બહારગામ રહેતો હતો. આ દરમિયાન તેનો કૌટુંબિક દિયર પ્રવિણ ઘરે અવરજવર કરતો હતો. આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
આ પણ વાંચો
એક દિવસ ફરિયાદી મહિલા પોતાના ખેતરે ગઈ હતી, ત્યારે પ્રવિણ તેને ગામની સીમમાં લઈ ગયો હતો, જ્યાં બન્ને વચ્ચે શારીરિક સબંધ બંધાયા હતા. બન્ને વચ્ચેના અનૈતિક સબંધોની જાણ મહિલાના પતિને થતાં તેણે 3 વર્ષ પહેલા જ પત્નીને છૂટાછેડા આપ્યા હતા.
પતિએ છૂટાછેડા આપ્યા બાદ પ્રેમીએ પણ અપનાવવાનો ઈન્કાર કર્યો
પતિએ છૂટાછેડા આપ્યા બાદ મહિલાએ પ્રેમી પ્રવિણને પોતાની સાથે લગ્ન કરવા કે મૈત્રી કરાર કરીને અપનાવી લેવા જણાવ્યું હતુ. જો કે પ્રવિણ લગ્નની લાલચ આપીને મહિલાને અવારનવાર અવાવરું જગ્યાએ બોલાવીને શરીર સબંધ બાંધતો હતો. મહિલા
ગત મહિને પણ પ્રવિણે બોલાવતા ફરિયાદી મહિલા તેને મળવા પહોંચી હતી. જ્યાં ફરીથી મહિલાએ પ્રવિણને પોતાની પુત્રી સાથે લગ્ન અથવા મૈત્રી કરાર કરીીને અપનાવી લેવાની વાત કરી હતી. જેથી પ્રવિણ ભડક્યો હતો અને ગાળો ભાંડી હતી. જે બાદ પ્રવિણ મહિલાને નજીકમાં આવેલી બાવળની ઝાડીમાં લઈ ગયો હતો, જ્યાં બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યા હતી. પરિવારજનોએ પણ ફરિયાદી મહિલાને અપનાવી લેવા સમજાવવા છતાં પ્રવિણે ઈનકાર કરતા, આખરે સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. હાલ તો પોલીસે મહિલાની ફરિયાદના આધારે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
