Gujarat ATS Action: પાટણના સિદ્ધપુરમાંથી ગુજરાત ATS દ્વારા 2 યુવકોની ધરપકડ, દેશ વિરોધી પ્રવૃત્તિનો આરોપ

Gujarat ATS News: આ કાર્યવાહી દરમિયાન મુંબઈથી પણ એક શખ્સની અટકાયત થઈ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 21 Apr 2026 12:45 PM (IST)Updated: Tue, 21 Apr 2026 01:58 PM (IST)
gujarat-ats-arrested-accused-of-anti-national-activity-from-siddhpur-and-mumbai
HIGHLIGHTS
  • ગુજરાત ATSની મોટી કાર્યવાહી
  • સિદ્ધપુરથી 2 યુવકો ધરપકડ
  • દેશ વિરોધી પ્રવૃત્તિનો આરોપ

Gujarat ATS Action: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજ્યમાં શાંતિ અને સુરક્ષા કાયમ રાખવા માટે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી એક યુવકની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન મુંબઈથી પણ અન્ય એક શખ્સની અટકાયત કરવામાં આવી છે, આમ કુલ બે શખ્સો પોલીસના સકંજામાં આવ્યા છે.

દેશ વિરોધી પ્રવૃત્તિનો ગંભીર આરોપ

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા પર દેશવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન આરોપીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી અત્યંત શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું છે. આ સાહિત્યનો ઉપયોગ લોકોમાં અશાંતિ ફેલાવવા માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.

RSS નેતા વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ કરી

તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ તત્વો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) નેતા વિરુદ્ધ અત્યંત ભડકાઉ પોસ્ટ કરવામાં આવી હતી. આવી પોસ્ટ થકી સમાજમાં વૈમનસ્ય અને ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

આગળની તપાસ અને પૂછપરછ શરૂ

હાલમાં ગુજરાત ATS દ્વારા સિદ્ધપુરથી અને મુંબઈથી પકડાયેલા કુલ બે આરોપીઓની સઘન પૂછપરછ ચાલુ છે. આ યુવકો પાછળ અન્ય કોઈ સંગઠનનો હાથ છે કે કેમ, અને તેમના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના બાદ સાયબર ક્રાઈમ અને ATS ટીમ સોશિયલ મીડિયા પર વધુ બાજ નજર રાખી રહી છે.