Dhandhuka Violence Update: અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ વહિવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્ર દ્વારા આજે મંગળવારના રોજ ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બાંધકામો અને દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. ખાટકીવાડમાં ચાર ગેરકાયદે દબાણો દૂર કરાઇ રહ્યાં છે. જ્યારે ધંધુકા-બગોદરા હાઈવે પરના ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, ધર્મેશ ગામરા હત્યા કેસના આરોપીઓના આવાસ આસપાસના ગેરકાયદે બાંધકામો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ધર્મેશ ગમારા હત્યા કેસના આરોપીઓના મકાનો પણ તોડી પડાશે
ધંધુકા એસડીએમ વિદ્યાસાગરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે વહીવટી તંત્ર દ્વારા ખાટકીવાડ વિસ્તારમાં આવેલા ચાર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ ચારેય ગેરકાયદે દબાણો માટેની તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધંધુકા-બગોદરા હાઈવે પર આવેલા ફ્લાયઓવરથી માંડીને ધંધુકા ચોક સુધીના તમામ ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવશે.
#WATCH | Ahmedabad, Gujarat: Encroachment drive underway in Dhandhuka. pic.twitter.com/AsytCwRhm4
— ANI (@ANI) April 21, 2026
એસડીએમના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ કાર્યવાહીમાં ધર્મેશ ગામરા હત્યા કેસના આરોપીઓના આવાસની આસપાસના રસ્તા પર કેટલાક દબાણો ઓળખી કાઢવામાં આવ્યા છે, જેમને પણ હટાવવામાં આવશે. તેમના ઘરની આસપાસ ગેરકાયદે દબાણો છે અને કેટલાક દબાણો દૂર કરવામાં આવશે. આરોપીનું ઘર પણ દૂર કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા તેની નિયમિત પ્રવૃત્તિઓના ભાગરૂપે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે છે.
#WATCH | Dhandhuka SDM Vidyasagar says, "Today, the administration is removing four illegal encroachments in Khatkiwad. All legal procedures for these four illegal encroachments have been completed. Furthermore, all illegal encroachments along the Dhandhuka-Bagodara Highway, from… pic.twitter.com/pXfo7ghEfB
— ANI (@ANI) April 21, 2026
400થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (DSP) આસ્થા રાણાએ જણાવ્યું હતું કે આ કામગીરી દરમિયાન સુરક્ષા જાળવવા માટે અંદાજે 400 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ માટે 2 અલગ-અલગ પોલીસ ટીમની રચના કરવામાં આવી છે.
#WATCH | Ahmedabad Rural DSP Aastha Rana says, "Around 400 police personnel are deployed here. Two separate teams have been formed. Fire and ambulance teams are here. Drone patrolling is also being done. In the Dharmesh Gamara murder case, an investigation is underway and we will… pic.twitter.com/ETXk7SyYFY
— ANI (@ANI) April 21, 2026
વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે ડ્રોન પેટ્રોલીંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. DSP રાણાએ વધુમાં જણાવ્યું હતું કે ધર્મેશ ગામરા હત્યા કેસની તપાસ હાલમાં ચાલુ છે અને વહીવટીતંત્રની સૂચનાઓ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
