Vav By Election Result 2024: વાવ બેઠક પર ત્રિપાંખિયા જંગમાં ભાજપની જીત પર પાટીલ બોલ્યા- 'બટોગે તો, દેશના વિકાસમાંથી પણ કપાઈ જશો'

વાવ વિધાનસભા બેઠક પર રસાકસી અંતે ભાજપની જીત કેવી રીતે થઈ?- પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યો જવાબ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 Nov 2024 05:27 PM (IST)Updated: Sat, 23 Nov 2024 05:28 PM (IST)
vav-by-election-result-2024-cr-patil-statment-on-bjp-win-says-katoge-to-batoge
HIGHLIGHTS
  • 'કટેગે તો બટેગે' એ સુત્ર દેશની એકતા અને વિકાસનું હતું

Vav Assembly By Election Result 2024: આજ રોજ મહારાષ્ટ્ર ,ઝારખંડ સહિત ઘણા રાજયોમા પેટા ચૂંટણીનુ પરિણામ જાહેર થયું છે. જેમા મહારાષ્ટ્રમાં જંગી બહુમતી સાથે જીત મળી છે અને ગુજરાતમાં પણ વાવ વિધાનસભા પર ભાજપનો વિજય થતા સુરત ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલએ પત્રકાર પરિષદને સંબોધી હતી.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે આ વખતે ન કોઇ બટા ન કોઇ કટા.'કટેગે તો બટેગે' એ સુત્ર દેશની એકતા અને વિકાસનું હતું. 'જો બટોગે' તો દેશના વિકાસમાંથી પણ તમે કપાઇ જશો અને આ મુદ્દાને મતદારોએ સ્વીકારી ભાજપને જંગી જીત અપાવી છે.

મહારાષ્ટ્રના અને ગુજરાતમા વાવ પેટા ચૂંટણીમાં મતદારોએ PM મોદીના નેતૃત્વ પર વિશ્વાસ મુક્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાર્યકર્તાઓએ મતદારો પર વિશ્વાસ સંપાદન કરી શક્યા તેનુ પરિણામ મળ્યું છે. ગુજરાતમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં થયેલ વિકાસના કાર્યો તેમજ બનાસકાંઠાના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ કરેલ મહેનતનું પરિણામ મળ્યું છે.

પાટીલએ વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે વાવની ચૂંટણીમા ભાજપમાંથી એક વ્યક્તિને ત્રિપાંખીયા જંગ માટે ઉભા રાખ્યા હતા. પેટાચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે માવજીભાઇ પટેલને ધૂળ ચાટતા કરી દીધા.કોંગ્રેસના લોકસભામા જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય હોવા છતા વાવના મતદારોએ તેમને નકાર્યા.

વાવના મતદારોએ લોકસભાની ચૂંટણીમાંજ કોંગ્રેસથી નારાજ થઇ મતદાન કર્યુ હતું. આ વખતે પણ વાવના મતદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અને વિકાસને પ્રાધાન્ય મળે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે. આ માટે વાવના મતદારોનો આભાર વ્યકત કરુ છું. પેટા ચૂંટણીમા જે પણ કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહેનત કરી છે તેમને અભિનંદન પાઠવું છે.

પાટીલએ વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમા ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય જીત મેળવી છે.કોંગ્રેસ,એનસીપી અને શિવસેના ત્રણેય સામે હવે અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. આ ત્રણેય પાર્ટીએ હારથી પાઠ શિખવો જોઇએ કે લોકોને વિકાસમા રસ છે. દેશના હિતને નુકશાન થાય તે પ્રકારના નિવેદન થતા હોય ત્યારે મતદારો તેમને જવાબ ચોક્કસ આપે છે અને મહારાષ્ટ્રના મતદારોએ ભાજપને જંગી જીત અપાવી છે તે બદલ આભાર વ્યકત કરુ છું. મહારાષ્ટ્ર ચૂંટણીમા કાર્યકર્તાઓ અને આગેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમા કામ કર્યુ તેના કારણે જંગી જીત મેળવી છે તે બદલ સૌને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા દેશ જે રીતે વિકાસના કાર્યો કરી રહ્યુ છે તેનો લાભ મહારાષ્ટ્રને પણ મળશે તેવો વિશ્વાસ છે.